Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : જૂની અદાવત રાખી મારામારી થતાં એક યુવક સામે ગુનો દાખલ થયો

  • July 02, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં દેવજીપુરા ગૌશાળાનાં ગ્રાઉન્ડમાં આશિષભાઈ લિંબાભાઈ પાટીલ (રહે.બાપાસીતારામ નગર, સોનગઢ)નો મિત્ર શુજલભાઈ સુરેશભાઈ ઢોડિયા નાને દીક્ષેશભાઈ રાજુભાઈ મહેતાએ શુક્રવારનાં રોજ અગાઉ થયેલ બોલાચલીના ઝઘડામાં માર માર્યો હતો. તેમજ ઇજા પામનાર શુજલભાઈએ આશિષભાઈ પાટીલ નાઓએ દીક્ષેશભાઈના મોબાઇલ ફોન ઉપર ફોન કરી સમજાવતા દીક્ષેશભાઈએ ઈજા પામનાર શુજલભાઈને ફોન ઉપર ગંદી નાલાયક ગાળો બોલી, કહેવા લાગેલ કે તારે વન બાય વન ફાઇટ કરવી હશે તો ગૌશાળાના ગ્રાઉન્ડ ઉપર આવી જજે, તેવું કહી આશિષભાઈને બોલાવી ઢીક મૂકીનો માર માર્યો હતો.


તેમજ દીક્ષેશભાઈએ પોતાના હાથમાં રાખેલ લાકડાના બેટ વડે આશિષભાઈના બંને હાથ ઉપર સપાટો મારી જેમાં ઈજા પામનારી આશિષભાઈએ સોનગઢ સરકારી દવાખાને સારવાર કરી એક્સ-રે કરાવતા આશિષભાઈના જમણા હાથની છેલ્લી આંગળી ઉપર ફેક્ચર જેવી ઇજા થઈ હતી. તેમજ દીક્ષેશભાઈ તથા આશિષભાઈ વચ્ચે અગાઉ થયેલ મકરસંક્રાતિના ઝઘડામાં દીક્ષેશભાઈએ જુની અદાવત રાખી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. બનાવ અંગે આશિષભાઈ નાએ રવિવારના રોજ આપેલ  ફરિયાદના આધારે સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધારી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application