મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ઉનાઈ રેન્જ ફોરેસ્ટ વિભાગમાં પીઠાદરા રાઉન્ડ ધોળકા બીટમાં બીટગાર્ડ તરીકે છેલ્લા ચાર માસથી ફરજ બજાવતા અક્ષયભાઈ અનિલભાઈ માહલા (મૂળ રહે.સતાળીયા ગામ, ડુંગરી ફળિયું, તા.ચીખલી, જિ.નવસારી)નો ગત તા.૨૩/૦૨/૨૦૨૩નાં રોજ અક્ષયભાઈ તથા સુહાસભાઈ અંબુભાઈ ગામીત નાઓ સાથે ધોળકા ગામનાં બાજલ ફળીયામાં માલિકીની જમીનમાં મહુડાનું ઝાડ કટીંગ બાબતે ચેક કરી પરત આવતાં હતા.
તે જામલીયા-ધોળકા વચ્ચે રસ્તામાં આરોપી મહેશભાઈ પાહુજીયાભાઈ કોકણી (રહે. ધોળકા, ડોલવણ) નાઓએ અક્ષયભાઈ અનિલભાઈ માહલાની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી માં-બહેન ઉપર નાલાયક ગાળો આપી કહેવા લાગેલ કે, હવે તમે તમારી બીટમાં આવીને ફરી બતાવો અને આવશો તો જાનથી નાંખીશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે અક્ષયભાઈ માહલા નાઓએ ડોલવણ પોલીસ મથકે તારીખ ૦૩/૦૩/૨૦૨૩નાં રોજ મહેશભાઈ પાહુજીયાભાઈ કોકણી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500