મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં દેવજીપુરાથી દુમદા જતાં રસ્તા ઉપર ટાઇશનની ચિકનની દુકાન સામે જાહેરમાં દોઢેક વર્ષ પહેલા ઉછીનાં લીધેલ 300 રૂપિયા બાબતે મારામારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢનાં દેવજીપુરા ફળિયામાં રહેતા બીપીનભાઈ સોમાભાઈ ગામીત (ઉ.વ.32) નાઓએ લાલુ ઉર્ફે મીંડી નાઓ પાસેથી દોઢેક વર્ષ પહેલાં 300 રૂપિયા ઉછીનાં લીધેલ હતા. જે રૂપિયાની લાલુ ઉર્ફે મીંડીએ મંગળવારનાં રોજ માંગણી કરતા બીપીનભાઈએ કહેલ કે, આવતીકાલે પૈસા આપી દઈશ તેવું કહેતા લાલુ ઉર્ફે મીંડી એકદમ ઉશ્કેરાઈ જઈ બીપીનભાઈને માં-બેન ઉપરથી નાલાયક ગાળો આપવા લાગ્યો હતો.
જેથી બંને વચ્ચે બોલાચાલી થતાં આગળ હાજર ટાઇશન ઉર્ફે નિલેશ નાઓ એકદમ ઉશ્કેરાઈ જઈને બાજુમાં પડેલ લાકડા વડે બીપીનભાઈને જમણી જાંઘનાં ભાગે, ઘુટણનાં ભાગે અને જમણા હાથનાં ભાગે મારમારી તેમજ લાતો વડે કમરનાં જમણા ભાગે તથા ડાબા ભાગે મૂઢ ઈજા પહોંચાડી હતી. તેમજ બે ટાઇશનનાં માણસો જેના નામઠામની ખબર નથી તેઓએ પણ બીપીનભાઈને માં-બેન ઉપરથી નાલાયક ગાળો બોલી, જમણી આંખે તથા મોઢા પર અને માથામાં ઢીક મુક્કીનો મારમારી બીપીનભાઈને લાલુ ઉર્ફે મીંડીએ અને ટાઇશન ઉર્ફે નિલેશ નાઓએ જોરથી ધક્કો મારી જમીન ઉપર પછાડી બીપીનભાઈને કહેલ કે, ‘જો આવતીકાલે અમારા પૈસા નહીં આપે તો તને જાનથી મારી નાખીશું’ જેવી ધમકી આપી હતી. બનાવ અંગે બીપીનભાઈ ગામીત નાએ બુધવારનાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપવાર ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500