Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડનાં બસ સ્ટેશન સામેનાં રોડ ઉપર કારે બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો

  • February 02, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વાલોડનાં નવા ફળિયાનાં બસ સ્ટેશન સામેનાં રોડ ઉપર એક કાર ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈક ચાલકને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાલોડ તાલુકાનાં બુટવાડા ગામનાં કોલી ફળિયામાં રહેતા બચુભાઈ છનાભાઈ આહીર નાઓ મંગળવારનાં રોજ વાલોડ ગામથી દેલવાડા ગામે તેમના ટ્રેક્ટરનું કામ ચાલતું હોય તે જોવા માટે નીકળ્યા હતા.





તે દરમિયાન વાલોડનાં નવા ફળિયાનાં બસ સ્ટેશન પાસે આવતા મારૂતિ સુઝુકી નેક્ષા કંપનીની બલેરો ફોર વ્હીલ કાર નંબર MH/15/HM/3028નાં ચાલકે પોતાના કબ્જાની બલેરો કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બચુભાઈની હોન્ડા પેશન પ્રો બાઈક નંબર GJ/26/B/5877ને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બચુભાઈનાં શરીરે જમણા પગે ઘૂંટણનાં ભાગે તથા ડાબા પગની પાટલીનાં ઉપરનાં ભાગે તેમજ જમણા હાથની કોણીનાં ભાગે ગંભીર ઈજા તેમજ શરીરનાં અન્ય ભાગે ઈજા પહોંચી હતી. બનાવ અંગે ધર્મેશભાઈ આહિરની ફરિયાદનાં આધારે વાલોડ પોલીસ મથકે કાર ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application