મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાનાં અંતરિયાળ ગામ મૌલીપાડા ગામેથી એક બોગસ બંગાળી ડોક્ટરને ઝડપી પાડી સોનગઢ પોલીસે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરદા ગામના મેડિકલ ઓફિસર તેમજ તાલુકા હેલ્થ ઓફિસર નાઓ મળી બોરદા આઉટ પોસ્ટ વિસ્તારના મૌલીપાડા ગામનાં નિશાળ ફળિયામાંથી એક પતરાવાળા ખાલી પડેલ મકાનમાં રેઈડ કરતા જ્યાં હાજર એક બોગસ ડોક્ટર મળી આવ્યો હતો અને તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, કિશોરકુમાર કિનકર શીલ (હાલ રહે.મૌલીપાડા ગામ, નિશાળ ફળિયું, તા.સોનગઢ, મૂળ રહે.કંથાલીયા પૂર્વપાડા દક્ષિણ પોસ્ટ નંદનપુર, તા.તેહટવા, જિ.નદીયા, પશ્ચિમબંગાળ)નાં હોવાનું જણાવ્યું હતું તેમજ મકાનમાં બોગસ દવાખાનું ખોલી કોઈપણ સક્ષમ સંસ્થા કે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગનું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણ પત્ર મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે ડોક્ટરની પ્રેક્ટિસ ચલાવતો હોવાનું રંગેહાથ ઝડપાઈ હયો હતો. આમ, પોલીસે સ્થળ ઉપરથી ડોક્ટરીના સાધનો સહિત કુલ રૂપિયા 40, 011/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500