નિઝર-ઉચ્છલ રોડ ઉપર રૂમકીતળાવ ગામમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી હતી જોકે આ અકસ્માતમાં પટકાયેલ ચાલક ઉપરથી ડમ્પર ફરી વળતા બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનાં નવાપુર તાલુકાનાં કાળાઆંબા ગામના રહીશ સંજયભાઈ ગુલીયાભાઈ ગાવિત (ઉ.વ.44)નો તારીખ 19/04/2024નાં રોજ પોતાના કબ્જાની બાઇક નંબર MH/39/L/3358 લઈને રાત્રીનાં સમયે નિઝર-ઉચ્છલ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.
તે દરમિયાન રૂમકીતળાવમાં ડમ્પર નંબર GJ/26/T/9526ના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં સંજયભાઈ રોડ ઉપર પટકાયા હતા અને તેમના શરીર ઉપરથી ભારેખમ ડમ્પર પસાર થતા ગંભીર ઈજાને કારણે તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત કરનાર ડમ્પર ચાલક સ્થળ ઉપર ડમ્પર મૂકી ભાગી છૂટ્યો હતો. અકસ્માત અંગે પોલીસ મથકે જીતેન્દ્રભાઈ ધરમસિંગ વસાવાએ ડમ્પર ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application