મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં બેસનીયા ગામથી પદમડુંગરી જતાં રોડ ઉપર મોપેડ બાઈક ચાલકે પોતાનું બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈક રસ્તાની સાઈડમાં ઉતારી દેતા બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાનાં ચારણવાડા ગામનાં નિચલું ફળીયામાં રહેતા જીતુભાઈ ફકીરભાઈ ચવધરી (ઉ.વ.48) નાંઓ ગત તારીખ 06/૦૩/2024નાં રોજ પોતાના કબ્જાની મોપેડ બાઈક નંબર GJ/21/AR/8246ને લઈ ડોલવણ તાલુકાનાં કરંજખેડ ગામથી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા.
તે દરમિયાન બેસનીયા ગામથી થોડે આગળ જંગલમાં મોપેડ બાઈક પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જતાં રસ્તાના વળાંકમાં સ્ટેરીંગ ઉપર કાબુ નાં રહેતા મોપેડ બાઈક રસ્તાની સાઈડમાં ઉતારી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં મોપેડ બાઈક ચાલક જીતુભાઈને મોઢા ઉપર તેમજ ડાબા કાન તથા કપાળ ઉપર ગંભીર ઈજા પહોંચતા તેમનું સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. બનાવ અંગે છગનભાઈ કાળુભાઈ કોંકણી (રહે.કરંજખેડ ગામ, નિશાળ ફળિયું, ડોલવણ)નાંએ તારીખ 07/૦/2024નાં રોજ ડોલવણ પોલીસ મથકે અકસ્માત અંગેની જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application