મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં તાડકુવા ગામે જુનો હાઈવે રોડ પર તુલસી ગેસ્ટ હાઉસની સામેથી વ્યારા-સોનગઢ રોડ ઉપર એક અજાણ્યા ગાડી ચાલકે મોપેડ બાઈકને પાછળથી ટક્કર મારતા બાઈક ઈસમનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસ કાર્યવાહી શરૂ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં તાડકુવા ગામનાં બાવળી ફળિયામાં રહેતા ચુનીયાભાઈ ઠગણીયભાઈ ગામીત (ઉ.વ.45) નાંઓ ગત તારીખ 01/12/2023નાં રોજ સવારનાં સમયે પોતાના કબ્જાની એક્સેસ મોપેડ બાઈક નંબર GJ/26/AC/5762 લઈને વ્યારાથી પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા.
તે સમયે તાડકુવા ગામે જુનો હાઈવે રોડ તુલસી ગેસ્ટ હાઉસની સામેથી વ્યારા-સોનગઢ રોડ ઉપર પાછળથી સફેદ કલરની ફોર વ્હીલ ગાડી નંબર GJ/26/AB/3054નો ચાલક પોતાના કબ્જાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી એક્સેસ મોપેડને પાછળથી અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં એક્સેસ મોપેડ ચાલક ચુનીયાભાઈ રોડની બાજુમાં આવેલ ખાડામાં ફેંકાઈ ગયા હતા અને તેમને શરીરે ગંભીર ઈજા થતાં નાકમાંથી અને કાનમાંથી તેમજ મોઢામાંથી લોહી નીકળતા તથા શરીરે નાની મોટી ઈજા થતાં સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે પ્રિયાંશભાઈ ગામીત નાંએ કાકરાપાર પોલીસ મથકે અજાણ્યા ગાડીનાં ચાલક સામે ગુનો નોંધતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application