સોનગઢનાં ચીમકુવા ગામનાં ફારસી ફળિયા તરફથી ચીમકુવા મેઇન રોડ પરથી એક બાઈક ચાલકને દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો ગુરૂવારનાં રોજ મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રોહી. ગુના અંગેની રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચીમકુવા ગામનાં ફારસી ફળિયા તરફથી ચીમકુવા મેઇન રોડ તરફ એક બાઈક ચાલક થેલીમાં પ્રોહી મુદ્દામાલ બાંધી લાવનાર છે.
જે બાતમીનાં આધારે સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો ચીમકુવા ગામનાં મેઈન રોડ ઉપર છુટા છવાયા વોચમાં ઊભા હતા. તે દરમિયાન ચીમકુવા ગામનાં ફારસી ફળિયા તરફથી એક કાળા કલરની બાઈક નંબર GJ/26/AC5607 વાળી બાઇક આવતા જોઈ પોલીસે હાથનો ઈશારો કરી બાઈક ચાલકને રોડની સાઈડમાં ઉભો રખાવ્યો હતો. ત્યારબાદ પોલીસે ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, પ્રવીણભાઈ ભીખુભાઈ ગામીત (ઉ.વ.27., રહે.હીરાવાડી, ડુંગરી ફળિયુ, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે બાઈક ચાલક પાસે એક કાપડનો થેલો મળી આવ્યો હતો જે થેલામાં તપાસ હાથ ધરતા વગર પાસ પરમીટે ઈંગ્લીશ દારૂની કુલ 96 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 48,00/- હતી. જયારે પોલીસે વધુ પુછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો નવાપુર ખાતેનો આબો નામનાં ઈસમે ભરી આપ્યો હતો અને એક બાઈ’એ મંગાવ્યો હતો. જોકે પોલીસે વધુમાં બાઈક, 1 નંગ મોબાઈલ અને ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 35,300/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500