મનિષા સુર્યવંશી/વ્યારા : ઉચ્છલ તાલુકાનાં કુઈદા ગામે ખુલ્લી જગ્યામાં મુંબઈથી નીકળતા વરલી મટકાનાં આંકો ઉપર હાર જીતનો જુગાર રમાડતા એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો સોમવારનાં રોજ બપોરનાં સમયે ખાનગી વાહનમાં બેસી પ્રોહી.જુગારની રેડમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કુઈદા ગામે એક ઈસમ ઘરની પાછળ આવેલ ગલીની ખુલ્લી જગ્યામાં મુંબઈથી નીકળતા વરલી મટકાનો આંકડા ઉપર જુગાર રમાડે છે. જે બાતમીનાં આધારે પોલીસે બાતમીવાળી જગ્યા પર જઈ રેડ કરતા એક યુવક મળી આવ્યો હતો.
ત્યારબાદ પોલીસે તેનું નામ પૂછતા તેને પોતાનું નામ, સતીષભાઈ દેવીદાસભાઈ વસાવા (રહે.કુઈદા ગામ, ઉચ્છલ)નાં હોવાનું જણાવ્યું હતું તેમજ પોલીસે સતીષભાઈ પાસેથી મુંબઈથી નીકળતા વરલી મટકાનાં જુગાર રમાડવાના સાધનો ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે મુંબઈથી નીકળતા વરલી મટકાનાં ગુનામાં જગદીશભાઈ ઉર્ફે જગુ કર્માભાઈ વસાવા (રહે.કુઈદા ગામ, ઉચ્છલ)નું નામ જાણવા મળતા સદર ગુનાનાં કામે જગદીશ વસાવા નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
આમ, પોલીસે આંકો ઉપર હાર જીતનો જુગાર રમવાના સાધનો સાથે કુલ રૂપિયા 9,400/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી મણિલાલ ગામીતની ફરિયાદનાં આધારે ઝડપાયેલ સતીષ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500