Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Ukai : દેશી દારૂની બોટલો સાથે એક મહિલા ઝડપાઈ

  • July 07, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : ઉકાઈમાં દેશી દારૂની બોટલો સાથે એક મહિલા પોલીસ રેડમાં ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ઉકાઈ પોલીસ સ્ટાફનાં માણસો મંગળવારનાં રોજ મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી ટાઉન બીટ વિસ્તારમાં પ્રોહી. ગુનાની રેડમાં નીકળેલ હતા.




તે દરમિયાન ફરતા ફરતા ઉકાઈ વર્કશોપ બજારમાં આવતાં એક મહિલાનાં ઘરે રેડ કરતા મહિલા હાજર મળી આવતાં પોલીસે તેનુ નામ પૂછતા મહિલાએ પોતાનું નામ, પ્રતિભાબેન સુનીલભાઈ પાટીલ (રહે.ઉકાઈ, વર્કશોપ બજાર, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું.



ત્યારબાદ પોલીસે મહિલાને સાથે રાખી ઘરનાં અંદરના ભાગે તપાસ કરતા વગર પાસ પરમીટે એક કાપડની થેલીમાં દેશી દારૂની સુંગધી સંતરા મહારાષ્ટ્ર બનાવટની બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application