મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં ડોસવાડા ગામેથી દેશી દારૂ સાથે એક મહિલાને ઝડપી પાડી હતી, જયારે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો સોમવારે સાંજે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન બીટ નંબર-02નાં ગામડા વિસ્તારમાં પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ફરતા ફરતા ડોસવાડા ગામનાં ડુંગરી ફળિયામાં આવતાં ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડોસવાડા ગામે ડુંગરી ફળિયામાં રહેતા નિલેશભાઈ જાદવભાઈ ગામીત નાનો ઘરે દેશી દારૂ બનાવી વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ ઉપર જઈ રેડ કરતા સ્થળ ઉપરથી એક મહિલા મળી આવ્યા હતા.
ત્યારબાદ પોલીસે મહિલાનું નામ પૂછતા મહિલાએ પોતાનું નામ, ગીતાબેન નિલેશભાઈ ગામીત (રહે.ડોસવાડા ગામ, ડુંગરી ફળિયું, તા.સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું અને પોલીસે તપાસ હાથ ધરતા ઘરની પાછળ આવેલ ઓરડીનાં ખૂણામાંથી પ્લાસ્ટીકનું કેન તથા તેની બાજુમાં એક સ્ટીલની બરણી મળી આવી હતી અને તેમાંથી દેશી દારૂની તીવ્ર વાસ આવતી હતી.
જોકે પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જણાવ્યું હતું કે, તેમના પતિ નિલેશભાઈ જાયદભાઈ ગામીતએ તૈયાર કરેલ હોવાનું જાણવા મળ્યું હતું. જયારે આ દેશી દારૂ બનાવ માટેનું સામગ્રી ક્યાંથી લાવે છે તે જણાવ્યું હતું કે, તેમના પતિ દેશી દારૂ માટે બનાવવા માટેનો ગોળ ચોરવાડ ગામે આવેલ ચુનીલાલ પોખરભાઈ ગુજ્જર નાંઓની અનાજ કરીયાણી દુકાન માંથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસ કર્મચારી મોતીભાઈ દેસાઈની ફરિયાદનાં આધારે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500