નિઝર તાલુકામાં સમાવેશ આશરે 3000થી વધુ વસ્તી ધરાવતું કોટલી ગામની શેરીમાં કાદવ-કીચડની ગંદકીથી ગામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામની શેરીઓમાં ઠેર-ઠેર માટી મોરમ નાખવામાં આવેલ છે પણ વરસાદી પાણીનાં કારણે આખા ગામમાં કાદવ-કીચડથી થતું ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કોટલી ગામની આશરે 14 જેટલી શેરીઓ આવેલ છે, જેમાં સંપૂર્ણ આદિવાસી સમાજનાં લોકો વસવાટ કરતા હોય છે. જેમાં મોટા ભાગનાં લોકોઓ મજૂરી તેમજ ખેતી સાથે પશુ પાલનનો વ્યવસાયથી કુટુંબ પરિવારનું જીવન નિર્વાહ કરી રહ્યા છે.
જયારે કોટલી ગામનાં શેરીઓમાં વસવાટ કરતા લોકોનાં ઘર આંગણા સુધી કાદવ કીચડની ગંદકી હોવાથી લોકોઓ હેરાન પરેશાન થઇ ગયા છે. ચોમાસાની સીઝન હોવાથી ગામમાં ઠેર ઠેર કાદવ-કીચડથી થતી ગંદકીના કારણે ગલીઓ માંથી પસાર થવું પણ ગામજનોને ભારે મુશ્કેલી પડતી હોય છે. તેમજ ગામમાં આવી ગંદકીના લીધે મચ્છરોનું ઉપદ્રવ વધવાની શક્યતા છે. તેમજ ગામમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ લાગી રહ્યો છે.
કોટલી ગામમાં આતંરિક રસ્તા ઉપરથી લઈને લોકોનાં ઘરોનાં આંગણા સુધી કાદવ-કીચડ હોય છે. તેમજ ગામમા ઘણી શેરીઓમાં ગટરના અભાવ હોવાથી વરસાદી પાણીનો નિકાલ નહી થતાં પાણીનો ભરાવો થઇ રહ્યો છે. ગામજનો વર્ષોથી ચોમાસાની સીઝનમાં ચારે માસ કાદવ-કીચડવાળી ગંદકીમાં રહેવા માટે મજબૂર બનતા હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application