મનિષા એસ. સુર્યવંશી/તાપી : પોલીસ અધિક્ષક તાપી, વ્યારા નાઓએ આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણી-2024 યોજાનાર હોય જેથી જિલ્લામાં પ્રોહી. તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સંબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. ઉકાઈ પોલીસ સ્ટાફના માણસોને તારીખ 20/04/2024નાં રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઉકાઈ લાલ ટેકરી પાસે આવેલ વળાંકમાં એક બાઈક ઉપર જતાં બે ઈસમોની બાઇક સ્લીપ થઈ હતી.
જેમાં બાઈક પાછળ ઈસમ શાહરૂખભાઈ હનીફભાઈ મુલતાની (રહે.ઝંખવાવ ગામ, તા.માંગરોળ, જિ.સુરત)નાએ શરીરને લાલ કલરની ટી-શર્ટ પહેરેલ છે અને તે લાલ ટેકરી તરફ નાસેલ છે. તેમજ શાહરૂખ ઝંખવાવ પોલીસ સ્ટેશનમાં પોલીસ પર હુમલો કરવાના ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવેલ હતો જે બાતમીના આધારે ઉકાઈ પોલીસ સ્ટાફનાં માણસો ઉકાઈ લાલ ટેકરી વિસ્તારમાં પહોંચી બાતમીવાળો ઈસમને શોધી કાઢી તેની પ્રાથમિક સારવાર કરાવી ઉકાઈ પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરચ કરતા આરોપી વિરુદ્ધમાં ઝંખવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય અને આ ગુન્હામાં વોન્ટેડ હતો જેથી પોલીસે વોન્ટેડ આરોપી શાહરૂખને ઝડપી પાડ્યો હતો તેમજ વધુ કાર્યવાહી માટે તેનો કબ્જો ઝંખવાવ પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્યનાઓને સોંપવામાં આવેલ હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500