Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાજીપુરા ગામેથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે બે યુવકો ઝડપાયા

  • September 17, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : વાલોડ તાલુકાનાં બાજીપુરા સુમુલ ડેરી પાસેથી પસાર થતાં હાઈવે પરથી બાઈક ઉપર ઈંગ્લીશ દારૂની બોટલો લઈ જતાં બે યુવકો પોલીસ વાહન ચેકીગમાં ઝડપાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફનાં માણસો શુક્રવારનાં રોજ રાત્રીનાં સમયે સરકારી વાહનમાં બેસી બાજીપુરા સુમુલ ડેરી પાસે નેશનલ હાઈવે-53 પર નાકા પોઈન્ટ પાસે વાહન ચેકીંગમાં હતા.




તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક લાલ કલરની એવેન્જર બાઈક ઉપર બે યુવકો ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ નંદુરબાર તરફથી નેશનલ હાઈવે નંબર-53 રોડ ઉપરથી પલસાણા તરફ જનાર છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સોનગઢથી પલસાણા તરફ જતા નેશનલ હાઈવે નંબર-53 રોડ ઉપર વોચમાં હતા.




તે દરમિયાન બાતમી વાળી બાઈક નંબર MH/39/Q/9241ને આવતાં જોઈ પોલીસે ટોર્ચનાં અજવાળાથી બાઈકને સાઈડમાં ઉભી રખાવી હતી અને પોલીસે બાઈક ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ પંકજભાઈ નાનાભાઈ કોળી (રહે.અંતુલી, વાંકા ગામ, તા.નિઝર) અને પાછળ બેસેલ યુવકનું નામ પૂછતા તેને પોતાનું નામ શત્રુગણ મગન કોળી (રહે.હાટમોદા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)ના હોવાનું જણાવ્યું હતું.




ત્યારબાદ પોલીસે બાઈક ઉપર મુકેલ મીણીયા કોથળામાં ચેક કરતા ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ 82 નંગ બોટલો મળી આવી હતી. વધુમાં પોલીસે બંને યુવકોને વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂની બોટલો નંદુરબાર ખાતેથી વાઈનશોપ માંથી છૂટક ખરીદી કરી કડોદરા ખાતે વેચાણ કરવાના ઈરાદે લઈ જવાનું જણાવ્યું હતું.




આમ, પોલીસે બાઈક અને ઈંગ્લીશ દારૂની કુલ 82 નંગ બોટલો મળી કુલ રૂપિયા 28,200/- મુદામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસે બંને યુવકો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application