મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં નવા RTO ચેક પોસ્ટ પાસેથી બાઈક ઉપર દારૂ લઈ જતા વાલોડ તાલુકાનાં બે યુવકો ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી LCB પોલીસ સ્ટાફનાં માણસો મંગળવારનાં રોજ સવારે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન મળેલ ખાનગી બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સોનગઢ RTO ચેક પોસ્ટ ઉપર વોચમાં હતા. તે સમયે બાતમીવાળી બાઈક નંબર GJ/26/M/8978ને આવતાં જોઈ લાકડીના ઈશારે ઉભા કરાવતા બાઈક ચાલકે પોતાના કબ્જાની બાઈક ઉભી રાખી હતી.
ત્યારબાદ પોલીસે બાઈક ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ હેમંતભાઈ અનિલભાઈ હળપતિ (રહે.ઈનમા ટોકરવા, તા.વાલોડ) અને પાછળ બેસેલ યુવકનું નામ અજયભાઈ રાજુભાઈ હળપતિ (રહે.ઈનમા ટોકરવા, તા.વાલોડ)નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે બંને યુવકોને તપાસ કરતા બંને યુવકોએ વગર પાસ પરમીટે શરીરે ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલીઓ સેલોટેપ વડે બાંધેળી મળી આવી હતી અને બાઈકની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી પણ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આમ, પોલીસે વિદેશી દારૂની કુલ 91 નંગ બોટલો, 1 નંગ મોબાઈલ અને બાઈક મળી કુલ રૂપિયા 25,050/-નો મુદ્દામાલ કબ્જે કરી બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500