Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Songadh : બાઈક ઉપર દારૂનું વહન કરનાર ગડત ગામનાં બે યુવકો ઝડપાયા, એક વોન્ટેડ

  • October 08, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : તાપી LCB પોલીસ સ્ટાફનાં માણસો બુધવાર અને ગુરૂવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ફરતા ફરતા ઘૂસરગામ ચાર રસ્તા પાસે વોચમાં હતા તે સમયે એક સફેદ કલરની કાર નંબર GJ/15/PP/9063ને આવતાં જોઈ ચાલકને ઉભા રહેવાનો ઈશારો કરતા કાર ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી જતાં પોલીસને પ્રોહી. અંગે શંકા જતા તેની પાછળ પોલીસે ઘૂસરગામ ચાર રસ્તાથી પહાડદા જતા રસ્તા પર આવેલ વળાંકમાં ચેકડેમ પાસે રોડ નીચે ઉતારી દેતા કારમાંથી એક ઈસમ ખુલ્લી ખેતરાડીમાં થઈ જંગલનાં રસ્તેથી પોલીસને ચકમો દઈ ભાગી ગયો હતો.



ત્યારબાદ પોલીસે કારમાં તપાસ કરતા કારની ડીકીમાંથી ત્રણ ખાખી પૂંઠાનાં બોક્ષ તથા મીણીયાનાં કોથળામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ બ્રાંડની કુલ 174 નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે વિદેશી દારૂની કુલ 174 નંગ બોટલો જેની કિંમત રૂપિયા 11,100/- અને કારની કિંમત રૂપિયા 1,50,000/- મળી કુલ રૂપિયા 1,61,100/-નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહી. મુદ્દામાલ મૂકી નાશી ગયેલ કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.




જયારે બીજા બનાવમાં તાપી LCB પોલીસ સ્ટાફના માણસો દેવલપાડા ગામે ડેરી પાસે જાહેર રોડ ઉપર વોચમાં હતા. તે દરમિયાન લાલ કલરની પલ્સર બાઈક નંબર GJ/26/D/3397ને આવતાં જોઈ પોલીસે લાકડીના ઈશારે ઉભા રાખતા બાઈક ચાલકે પોતાના કબ્જાનું બાઈક ઉભું રાખ્યું હતું. ત્યારબાદ પોલીસે બાઈક ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ અજયભાઈ દિપકભાઈ ગામીત અને પાછળ બેસેલ યુવકનું નામ પૂછતા અર્જુનભાઈ નારસીંગભાઈ ગામીત (બંને રહે.ગડત ગામ, જુના નાકા ફળિયું, ડોલવણ)નાં હોવાનું જણાવ્યું હતું.




ત્યારબાદ પોલીસે બાઈકના અંદરના ભાગે ચોરખાનામાંથી વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ નંગ 94 બોટલો મળી આવી હતી. આમ, પોલીસે બાઈક, વિદેશી દારૂની બોટલો અને 1 નંગ મોબઈલ મળી કુલ રૂપિયા 35,200/-નો મુદ્દામાલ કબ્જે કરી ગડત ગામનાં ઝડપાયેલા બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application