Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Vyara : દેશી દારૂનું વેચાણ કરનાર બે ઈસમો ઝડપાયા

  • September 29, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારા તાલુકાનાં કાટીસકુવાનજીક અને ચીખલવાવ ગામેથી દેશી દારૂનું વેચાણ કરનાર બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી પોલીસ સ્ટાફનાં માણસો બુધવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી પ્રોહી. અંગેની પેટ્રોલીગમાં નીકળ્યા હતા તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, વ્યારાનાં કાટીસકુવાનજીક ગામનાં ડુંગરી ફળિયામાં રહેતા સુરેશભાઈ કોટિયાભાઈ ગામીત નાઓના ઘરમાં વગર પાસ પરમીટે દેશી દારૂ મળી આવ્યો હતો જોકે પોલીસ રેડ જોઈ સુરેશભાઈ ભાગી છૂટ્યા હતા.




જયારે વ્યારાનાં ચીખલવાવ ગામનાં નિશાળ ફળિયામાં રહેતા કિરણભાઈ ખંડુભાઈ ચૌધરી નાઓ પોતાના ઘરે દેશી દારૂનું વેચાણ કરે છે જે બાતમીનાં આધારે પોલીસે રેડ કરી કિરણ ચૌધરીને ઝડપી પાડ્યો હતો. બનાવ અંગે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application