સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ-તાપી પોલીસ સ્ટાફનાં માણસોને મળેલ બાતમી ના આધારે ગેરકાયદેસર રીતે રેશનીંગના ઘઉં ભરેલ એક ટેમ્પો સાથે બે જણાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગેરકાયદેસર રીતે રેશનીગનો ઘંઉનો જથ્થો આઇશર ટેમ્પોમાં ભરી સુરત કડોદરા ખાતે લઇ જતા હતા.
બુહારી-વાલોડ માર્ગ પર આવતું દાદરિયા સુગર પાસેથી એક આઈસર ટેમ્પો નંબર જીજે/૦૫/એવી/૫૩૯૩ ને ઝડપી પાડી તપાસ કરતા ટેમ્પો માંથી ગેરકાયદેસર રીતે રેશનીગનો ઘંઉનો જથ્થો ૧૪૦૨૦ કીલોગ્રામ મળી આવ્યો હતો. આ બનાવમાં ટેમ્પો ચાલક ગોકુળભાઇ બાપુભાઇ શિંદે અને ઘેવરચંદ મંગીલાલ ગોખરૂ ની પૂછ પરછ કરતા જણાવેલ કે, બુહારી ખાતેથી ઘંઉ ભરી સુરત કડોદારા ખાતે જાય છે તેમ જણાવતા તેની પાસે બીલની માંગણી કરતા તે રજુ કરી શકેલ નહીં.
ઘઉંનો જથ્થો પીકઅપમાં પાંચ વખત ભરી બુહારી ખાતે આવેલ ગોડાઉન ઉપર આપી ગયેલ
પોલીસની વધુ તપાસમાં ઘઉંનો જથ્થો ઉદેશીંગ રાજપુત રહે,દેગામાગામ તા,વાલોડ જી,તાપી જેઓની દેગામા ખાતે રેશનીંગની દુકાન ચાલતી હોય તેઓ પીકઅપમાં પાંચ વખત ભરી બુહારી ખાતે આવેલ ગોડાઉન ઉપર આપી ગયેલ હોવાનું તપાસ જાણવા મળ્યું હતું. વધુમાં બુહારી ખાતે આવેલ ગોડાઉનમાં ચેક કરતા ૭૦ જેટલી બેગ ભરેલ મળી આવી હતી. જોકે બનાવ અંગે પોલીસે વાલોડ મામલતદારને લેખિતમાં જાણ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500