મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં શિકેર ગામની સીમમાંથી પસાર થતાં વાલોડ-બારડોલી સ્ટેટ હાઈવે ઉપર તારીખ 23નાં રોજ સુમેરચંદ મોતીલાલ ગુપ્તા નાંઓ પોતાના કબ્જાની હોન્ડા કંપનીની એકટીવા બાઈક નંબર GJ/21/BD/7965 લઈ પસાર થતાં હતા તે દરમિયાન સામેથી કોઈ અજાણ્યા ફોર વ્હીલ ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
જોકે આ અકસ્માતમાં સુમેરચંદ ગુપ્તા નાંને બંને પગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને શેરસીંગભાઈ જરનેલસિગ હરિજન (રહે.મરોલી ગામ, તા.જલાલપોર, જિ.નવસારી)નાઓને પણ જમણા પગના એડીનાં ભાગે ફેકચર કરી તેમજ જમણા હાથના કોણીના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
જયારે આ અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે શેરસીંગભાઈ હરિજન નાંએ વાલોડ પોલીસ મથકે તારીખ 24/08/2023નાં રોજ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500