Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : બાઈક પર ઈંગ્લીશ દારૂનું વહન કરનાર વરજાખણ ગામનાં બે ઈસમો ઝડપાયા, એક વોન્ટેડ

  • July 13, 2023 

સોનગઢનાં કાલી બસ્તી રોડ ઉપર બાઈક પર દારૂનું વહન કરનાર બે ઈસમો ઝડપાયા, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસોને મંગળવારનાં રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રનાં લક્કડકોટ તરફથી સોનગઢના કાલી બસ્તી રોડ તરફ એક બાઈક સવાર તથા તેની પાછળ બેસેલ ઈસમ પોતાની બાઈકનાં આગળનાં ભાગે તેમજ બાઇકની ડીકીમાં દારૂનો જથ્થો ભરી લાવનાર છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સોનગઢનાં કાલી બસ્તી રોડ પાસે છુટા છવાયા વોચમાં ઉભા હતા.



તે દરમિયાન લક્કડકોટ તરફથી TVS jupiter 125 બાઈક નંબર GJ/19/BH/4699 ને આવતા જોઈ તેને હાથનો ઈશારો કરતા ચાલકે પોતાની બાઈક સાઈડમાં ઉભી રાખી હતી અને પોલીસે ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, તરૂણભાઈ નટવરભાઈ ગામીત (રહે.વરજાખણ ગામ, નિશાળ ફળિયુ. તા.માંડવી) અને બાઈકની પાછળ બેસેલનું નામ પૂછતા તેણે પોતાનું નામ, સુનિલભાઈ સુરેશભાઈ ગામીત (રહે.વરજાખણ ગામ, મોરા ફળિયું, તા.માંડવી)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે બાઈકની આગળનાં ભાગે એક કાપડનાં થેલો મુકેલ હોય જેમાં ચેક કરતા અને ડીકી ખોલી જોતા તેમાંથી ઈંગ્લીશ દારૂનો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો.



જોકે પોલીસે ઝડપાયેલને પ્રોહી મુદ્દામાલ ક્યાંથી લઈ આવ્યા અને કોને આપવાના હતા તે વિશે પૂછતા જાણવા મળ્યું હતું કે, લક્કડકોટનાં કિંગ શોપમાં કામ કરનાર સંજો ઉર્ફે સંજય બાબુભાઈ ગામીત (રહે.પાંખરી ગામ, તા.ઉચ્છલ)નાએ ભરી આપેલ હતો જ્યારે આ મુદ્દામાલ પોતાના ઘરે વેચાણ માટે લઈ જવાનું જણાવ્યું હતું. આમ પોલીસે ઝડપાયે ઈસમોની ડીકીમાંથી ઇંગ્લિશ દારૂની કુલ 96 નંગ બોટલો અને બાઈક મળી કુલ રૂપિયા 39,600/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ બંને ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે દારૂનો મુદ્દામાલ પૂરા પાડનારને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application