મનિષા સુર્યવંશી/વ્યારા : ડોલવણનાં બેસનિયા ગામેથી વરલી મટકા આંકનો જુગાર રમાડનાર બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જયારે બે ઈસમોને પોલીસે ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, તાપી LCB પોલીસ સ્ટાફનાં માણસો મંગળવારે બપોરે ખાનગી વાહનમાં બેસી ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી જુગારની રેડમાં નીકળેલ હતા. તે દરમિયાન ફરતા-ફરતા બેસનિયા ગામે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે બેસનિયા ગામનાં મારૂતિ ફળિયામાં એક ઈસમ પોતાના ઘરની પાછળ મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડાનો જુગાર રમાડે છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમી વાળી જગ્યાએ જઈ રેડ કરતા બે ઈસમોને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા અને પોલીસે બંને ઈસમનું નામ પૂછતા પોતાનું નામ પૂછતા પહેલા ઈસમે પોતાનું નામ, જીતુભાઈ ધનાભાઈ કોંકણી (રહે. તકિયાઆંબા ગામ, ટાંકલી ફળિયું, ડોલવણ) અને બીજા ઈસમનું નામ સંજીવભાઈ ફુલચંદભાઈ કોંકણી (રહે.કરંજખેડ ગામ, બજાર ફળિયુ, ડોલવણ)નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે બંનેને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મુંબઈથી નીકળતા વરલી મટકાનાં આંકો તેઓ બેસનિયા ગામનાં મારૂતિ ફળિયામાં રહેતો વિશાલ રામુભાઈ કોંકણી અને વાંસદા ગામનાં પાટા ફળિયામાં રહેતો અનિલ રણછોડભાઈ પટેલ નાઓને વરલી મટકાનાં આંકો whatsapp ઉપર મોકલવાનું હોવાનું જણાવેલ હતું. આમ, પોલીસે જુગાર રમવાના સાધનો અને રોકડ રૂપિયા મળી કુલ 3,780/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલા બંને ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યા હતા, જયારે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500