તાપી જિલ્લા SOG દ્વારા લાજપોર મધ્યસ્થ જેલ ખાતે લૂંટ વિથ મર્ડર તથા ખૂનના ગુનામાં આજીવન કેદની સજા કાપતા અને છેલ્લા 9 વર્ષથી પેરોલ જંપ કરી નાસતા ફરતા બે આરોપીઓને અંકલેશ્વર ખાતેથી ઝડપી કાયદેસરની વધુ કાર્યવાહી કરવા માટે ઉચ્છલ પોલીસને સોંપવામાં આવ્યા હતા. બનાવની વિગત એવી છે કે, તાપી જિલ્લા SOG પી.આઈ. દ્વારા ટીમને નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સૂચના આપી હતી. જે અંતર્ગત ટેકનિકલ સર્વ અને હુમન ઈન્ટેલિજન્સની બાતમીના આધારે તાપી SOGનાં PI અને ASI તેમની ટીમે પેરોલ જંપ કરી ભાગતા બે પાકા કામના કેદીઓ ઝડપી પાડ્યા હતા.
જેમાં ઉચ્છલ પોલીસ મથકનાં 302નાં ગુનાનો આરોપી અવતારસિંહ લક્ષ્મણભાઈ વસાવા (રહે.મોગરાણ, ઉચ્છલ) અને કામરેજ પોલીસ સ્ટેશનના 394, 302 ગુનાના આરોપી નસરીન ઉર્ફે ગીતાબેન શ્યામલાલ મૌર્ય (રહે.મોગરાણ, ઉચ્છલ) જે મૂળ ઉત્તરપ્રદેશ અને આજીવન કેદની સજા થયેલ હતી અને તેઓને બંનેને મધ્યસ્થ જેલ લાજપોર ખાતે સજા ભોગવી રહેલા હતા.
તે દરમિયાન વર્ષ-2013માં અવતારસિંગ લક્ષ્મણ વસાવાએ 14 દિવસની ફલોનો રજા ઉપર તેમજ નસીન ઉર્ફે ગીતાબેન મોર્યએ 30 દિવસના વચગાળાના જામીન પર છૂટેલા હતા અને તેઓ બંને રજા પૂરી કરી મધ્યસ્થ જેલ લાજપોર ખાતે હાજર થવાનો હતો. પરંતુ બંને મધ્યસ્થ જેલ લાજપોર ખાતે રજા ઉપરથી હાજર નહીં થઈ નાસી ગયા હતા અને છેલ્લા નવ વર્ષથી ભાગતા ફરતા હતા અને તાપી SOG દ્વારા અંકલેશ્વરનાં પાનોલી GIDC ખાતેથી પકડી પાડી તેમને મધ્યસ્થ જેલ મોકલવા માટે લાજપોર પોલીસ ઉચ્છલ પોલીસને સોંપવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500