તાપી જિલ્લામાંથી દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરવાં તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવા પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ દ્વારા સુચના આપવામાં આવી છે. જેને લઇને દિન પ્રતિદિન આવા ગુનાઓને પકડવા તાપી જિલ્લા પોલિસ વિભાગની LCBની ટીમે કમર કશી છે. મળતી માહિતી અનુસાર, તાપી-વ્યારા L.C.B. પોલીસ ઇન્સ્પેકટર આર.અમે.વસૈયા અને L.C.B. સ્ટાફના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળ્યા હતા.
તે દરમિયાન A.S.I. ગણપતસિંહ રૂપસિંહને બાતમી મળી હતી કે, નેશનલ હાઈવે નંબર-53 પર સોનગઢથી સુરત જતા રોડ પર સીલ્વર કલરની હુન્ડાઇ સેન્ટ્રો કાર નંબર GJ/05/CD/3139માં એક ઇસમ તથા એક સ્ત્રી કારનાં પાછળનાં ભાગે દારૂનો જથ્થો ભરી બાજીપુરા તરફ જનાર છે. જેથી L.C.B. પોલીસે બાતમીને આધારે ખુશાલપુરા નેશનલ હાઈવે નંબર-53 પર રેલવે ઓવરબ્રીજ પર અલગ-અલગ ટીમ બનાવી વોચમાં હતા. તે દરમિયાન ખુશાલપુરા નેશનલ હાઈવે નંબર-53 પર રેલવે ઓબરબ્રીજ પર વ્યારાથી સુરત જતા ટ્રેક પર વ્યારા તરફથી એક સીલ્વર કલરની હુન્ડાઇ સેન્ટ્રો કાર આવતાની સાથે પોલીસનાં માણસોએ આયોજન પુર્વક કોર્ડન કરી, રોકી લઇ રોડની સાઇડમાં કરાવી ચેક કરતા પાછળનાં ભાગે તથા પાછળની સીટ નીચે ભારતીય કંપની બનાવટની વિદેશીની બાટલી દેશી દારૂ મળી આવી હતી.
જેમાં કાર અને ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની દેશી-ઇંગ્લીશ દારૂની નાની બોટલો ટીન કુલ 330 જેની કિંમત રૂપિયા 25,520/-નો દારૂનો મુદ્દામાલની હેરાફેરી કરતા મોબાઇલ નંગ-01 જેની કિંમત રૂપિયા 500 અને રોકડા રૂપિયા 1,220 મળી કુલ રૂપિયા 1,77,240/-નાં મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાં બે યુવકોની ધરપકડ કરી હતી, જયારે દારૂ ભરાવી આપનાર નવાપુર નામનો ઈસમ અને દારૂ લેનાર અભય બુધિયાભાઈ હળપતિ (રહે.અકોટી ગામ, બારડોલી) નાઓને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને તાપી L.C.B.એ હેન્ડઓવર કરવામાં આવ્યા હતા.
દારૂનાં મુદ્દામાલ સાથે ઝડપાયેલ એક મહિલા સહીત બે જણા...
1.મનીષ મંગાભાઇ નાયકા (રહે.ઓરાફળીયુ, દેલવાડા ગામ, તા.વાલોડ, જિ.તાપી),
2.પૂનમબેન મનીષભાઈ નાયકા (રહે. ઓરાફળીયુ, દેલવાડા ગામ, તા.વાલોડ, જિ.તાપી).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500