Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આંખના મોતિયા અને વેલથી પરેશાન છો? વ્યારાની આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહી છે મફત સારવાર....લાભ લેવાનું ચૂકશો નહિ

  • August 29, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : આંખ વગરનો માણસ પાંગળો ગણાય ત્યારે વ્યારા ખાતે આવેલ આંખની હોસ્પિટલ દ્વારા જે લોકો ખરા અર્થમાં આર્થિક રીતે નબળા હોય તેવા લોકોના આંખના મોતિયા અને નેત્રમણીનું ઓપરેશન મફત કરી રહ્યા છે. વ્યારાના લક્ષ્મી આઇકોન કોમ્પલેક્ષના બીજા માળે આવેલ ચક્ષુ આંખની હોસ્પિટલ દ્વારા અધતન મશીનરી દ્વારા આંખ તપાસ અને ઓપરેશન કરી ખરા અર્થમાં નેત્રયજ્ઞ થઇ રહ્યો છે.





આજના યુગમાં દર્દીઓની સારવાર પરિવારજનો માટે આર્થિક અને માનસિક પરેશાની બની રહી છે. ત્યારે વ્યારાના લક્ષ્મી આઇકોન કોમ્પલેક્ષમાં આંખની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાધુનિક સિસ્ટમથી આંખનું ટાંકા વગરનું ઓપરેશન કરી દર્દીને સારવાર આપી હોસ્પીટલ મુકત કરવામાં આવે છે.





વ્યારા ખાતે જુના બસ સ્ટોપ પાસે, લક્ષ્મી આઇકોન કોમ્પલેક્ષના બીજા માળે આવેલ ચક્ષુ આંખની હોસ્પિટલ ખરા અર્થમાં આર્થિક રીતે નબળા ગરીબ લોકોને આંખની મુશ્કેલી કે, મોતિયાના ઓપરેશન માટે મફત સારવાર મળતા આશિર્વાદ સમાન બની છે.





માનવ જીવનમાં આંખ વગરનો માણસ પાંગળો બને છે. ત્યારે વધતી ઉંમરે મોતીયો, વેલ વધુ પરેશાન કરે છે. જોકે હવે વ્યારાની આ આંખની હોસ્પિટલ દ્વારા ખાસ કરીને આર્થીક રીતે નબળા હોય તેવા લોકોને (દર્દીઓ)ને આંખની કોઇપણ મુશ્કેલી અને મોતિયાના ઓપરેશન આધુનીક ટેકનોલોજીના મશીન સાથે ઝડપી સારવાર કરી આપવામાં આવશે.





આ અંગે અત્યારે સુધીમાં 5 હજારથી વધુ દર્દીઓના આંખનું સફળ ઓપરેશન કરી ચુકેલા ડો.સ્નેહલબેન ચૌધરી (ફેકો અને કીકીનાં સર્જન, M.S.,M.B.B.S., F.C.R.S.)ના જણાવ્યા અનુસાર ખાસ કરીને આર્થિક રીતે નબળા હોય તેવા લોકો માટે કોઇપણ જાતિના ભેદભાવ વગર આંખના મોતિયા અને વેલનું ઓપરેશન મફત કરી આપવામાં માટેનું આયોજન કર્યું છે.





જે લોકો આંખના મોતિયા અને વેલનું ઓપરેશન કરાવવા માંગતા હોય તેઓએ વ્યારાનાં જુના બસ સ્ટોપ પાસે, લક્ષ્મી આઇકોન કોમ્પલેક્ષના બીજા માળે આવેલ ચક્ષુ આંખની હોસ્પિટલની મુલાકાત લેવી અથવા હોસ્પિટલના ફોન નંબર 7283902096 પર સવારે 9.30 થી સાંજે 6 સુધીમાં સંપર્ક કરવાનો રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application