ડોલવણ પોલીસ મથકે, ગોવિંદભાઈ ભોંયેએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પાર્ટનર ટ્રાન્સપોર્ટનાં ધંધો કરે છે. જોકે તેઓ સુરતનાં સારોલી ખાતે તેમનું ટ્રાન્સપોર્ટનું ગોડાઉન આવેલું છે. જ્યાં ગત તા.16મી ઓકટોબરનાં રોજ તેમના ભાગીદાર 59 સાડીનાં પાર્સલ ભરેલા એક ટેમ્પો નંબર GJ/05/BX/2667માં ચાલક સુરેશભાઈ સાથે નાસિક માટે મોકલાવ્યા હતા. જોકે ટેમ્પો ચાલક સુરતથી સાંજે નીકળી રાત્રે ડોલવણનાં પાઠકવાડી ગામમાં આવેલા સાંઈનાથ હોટલનાં ખુલ્લા મેદાનમાં રાત્રે ટેમ્પો પાર્ક કરી સુઈ ગયા હતા.
ત્યારબાદ બીજા દિવસે સવારે ચાર વાગ્યે ડ્રાઇવરે ઉઠી ટેમ્પો ચેક કરવા જતા ટેમ્પોનાં પાછળના ભાગે તાડપત્રીની દોરી તૂટી ગઈ હતી અને તાડપત્રી સાઈડ પરથી ફાડી નાખેલી હતી જેને ચેક કરતા અંદરથી પાર્સલ ચોરી થયા હોવાનું જાણ થતા ચાલક સુરેશભાઈ તેમના માલિક ગોવિંદભાઈને જાણ કરી હતી અને ગોવિંદભાઈ તાત્કાલિક ડોલવણનાં સાંઈનાથ હોટલ પર આવી ગયા હતા અને ચોરીનાં બનાવ અંગે માહિતી લીધી હતી.
જોકે જેતે સમયે કેટલો સામાન ભર્યો હોય તેને જાણકારી નહી મળતા માલિક દ્વારા વિવિધ ટ્રાન્સપોર્ટમાંથી પાર્સલોની ખરાઈ કરી અને ગોડાઉનમાં વિવિધ માલ ચેક કર્યા હતા અને અલગ અલગ ટેક્સટાઇલ કંપનીનાં સાડીના 59 પાર્સલો હોવાનું અને જેની કિંમત રૂપિયા 19,97,686/-ની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ ડોલવણ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500