મનિષા સુર્યવંશી/વ્યારા :સોનગઢ તાલુકાનાં ડોસવાડા ગામનાં કિકાકુઈ બસ સ્ટેશન પાસેનાં દુકાન બહાર સેડની નીચે પાર્ક કરેલ ગાડી ચોરી થયાનો બનાવ સોનગઢ પોલીસ મથકે નોંધવામાં આવ્યો છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સોનગઢનાં ડોસવાડા ગામનાં કિકાકુઈ બસ સ્ટેશન પાસે રહેતા ભગવતીલાલ હરદેવલાલ ગુજ્જર (મુળ રહે.મેફલીયાસ ગામ, પોસ્ટ.નેગડીયા, તા.આસીન, જિ.ભીલવાડા, રાજસ્થાન) નાએ તા.10નાં રોજ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે, કિકાકુઈ બસ સ્ટેશન પાસે દુકાન બહાર આવેલ સેડ નીચેથી મારૂતી સુઝુકી ઈક્કો ફોર વ્હિલ ગાડી નંબર GJ/26/AB/1590ને ગત તા. તા.01/10/2022નાં કલાક 22.00થી તા.02/10/2022નાં કલાક 5.30 વાગ્યાનાં અરસામાં કોઈ અજાણ્યો ચોર ઈસમ રૂપિયા 3,50,000/-ની ગાડી ચોરી કરી ફરાર થઈ જતા અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application