વ્યારા નગરમાં આવેલ તોરણ રેસીડેન્સીમાં એક નિવૃત્ત કર્મચારીનાં બંધ ઘરમાં ઘૂસી સોના-ચાંદી અને રોકડ 1.50 લાખ મળી કુલે 2.50 લાખના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે વ્યારા પોલીસે તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વ્યારા નગરનાં તોરણ સોસાયટીમાં ઘર નંબર-241માં રહેતા નિવૃત કર્મચારી મોહનભાઇ પટેલના પત્નીની તબિયત ખરાબ રહેતી હોવાથી ઘરને બંધ કરીને સારવાર અર્થે બહાર ગામ ગયા હતા.
તે દરમિયાન રાત્રી દરમિયાન પાછળ ખેતરના રસ્તે આવ્યા હતા અને તસ્કરોએ ઘરમાં મુખ્ય દરવાજાનાં ઇન્ટરલોકને કોઈ તિક્ષણ સાધનથી તોડી અંદર પ્રવેશ કરીને કબાટનો તથા ઘરનો સમાન વેર વિખેર કરી દીધો હતો. કબાટમાં મુકેલા રોકડા રૂપિયા 1,50,000/- સોનાની બુટ્ટી જોડી નંગ 4, ભગવાનની ચાંદીની મૂર્તિ નંગ 3 અને ચાંદીનાં ઝાંઝર નંગ 3 મળી રૂપિયા 2.50 લાખથી વધુની ચોરી કરી ગયા હતા. જયારે અવાજ આવતા નજીક રહેતા લોકો જાગી ગયા હતા અને ચોર ભાગી ગયા હતા. આમ, સ્થાનિકોએ 5 જેટલા લોકોને ભાગતા પણ જોયા હતા. બનાવ અંગે મોહનભાઇ પટેલને ચોરીની જાણ થતા પોલીસ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500