Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરગામ ખાતેથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ

  • July 25, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં વ્યારા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને વલસાડ જિલ્લાનાં ઉમરગામ કબ્રસ્તાનની સામે આવેલ સી વુડ એપાર્ટમેન્ટ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો આજરોજ વોન્ટેડ આરોપી બાબતે માહિતી મેળવવા તજવીજ હાથ ધરી હતી.


તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, વલસાડ જિલ્લાનાં ઉમરગામ કબ્રસ્તાનની સામે આવેલ સી વુડ એપાર્ટમેન્ટ પાસેથી વ્યારા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી અમર ઉર્ફે વાડી એકનાથ સોલંકી (ઉ.વ.39., રહે.મોતી ભવન, નવા ફળિયું, તા.વાંસદા, જિ.નવસારી., હાલ રહે.ફ્લેટ નંબર-905, સી વુડ એપાર્ટમેન્ટ તા.ઉમરગામ, જિ.વલસાડ)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application