Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ ત્રણ રસ્તા પાસેથી વોન્ટેડ આરોપી ઝડપાયો

  • March 18, 2024 

બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરીના ગુનામાં છેલ્લા 10 માસથી નાસતા ફરતા આરોપીને બાતમીનાં આધારે તાપી જિલ્લા એસ.ઓ.જી.એ ઉચ્છલ ત્રણ રસ્તા પાસેથી ઝડપી લીધો હતો અને બારડોલી પોલીસને હવાલે કર્યો હતો. તાપી એસ.ઓ.જી. શાખાની ટીમ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુનાનો નાસતો ફરતો આરોપી નિલેશ ઉર્ફે દિલેશ ફતેસિંગ માવચી (રહે.ખેકડા ગામ, ધોરડીપાડા ફળિયું, તા.નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર) ઉચ્છલમાં છે જે બાતમી મુજબ વોચ ગોઠવી ઉચ્છલ ત્રણ રસ્તા પાસેથી આરોપી નિલેશ માવચીને ઝડપી પાડી આરોપીને બારડોલી પોલીસને આગળની વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application