Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાયને બચાવવા ટ્રક ચાલકે બ્રેક મારતાં ટ્રક પલટી ગઈ, ચાલકને ગંભીર ઈજા

  • June 08, 2022 

સોનગઢ તાલુકાનાં ઓટા રોડ પર આવેલા ચિમેર ગામની સીમમાં કપચી ભરેલી એક ટ્રક પલટી ખાઈ જતાં ટ્રક ચાલકને ગંભીર ઇજા થઇ હતી અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ વડોદરાનાં અને હાલ વ્યારા ખાતે રહેતાં જંયતિભાઈ વાલજીભાઈ કટારીયા કોન્ટ્રાકટરનું કામ કરે છે.



હાલમાં તેઓનું કામ ડાંગ જિલ્લાના ગિરમાળ તરફ ચાલી રહ્યું છે. તેમણે પોતાના કામની સાઈડ પર કપચી રેતી જેવી ચીજવસ્તુઓ પહોંચાડવા ડમ્પર ટ્રક વસાવ્યા છે અને આ પૈકી ના એક ડમ્પર ટ્રક નંબર GJ/16/AU/0894 પર સોનગઢ તાલુકાના ટાપરવાડા ગામના વતની રાહુલ અર્જુનભાઇ ગામીતને ડ્રાઈવર તરીકે નોકરી કરે છે.



જોકે ગત તા.1 નારોજ રાહુલ અર્જુનભાઇ ગામીત પોતાની ટ્રકમાં સોનગઢથી કપચી ભરી ડાંગના ગીરમાળ તરફ જવા નીકળ્યા હતાં. તે સમયે ઓટા રોડ પર આવેલા ચિમેર ગામની સીમમાં થઈ પસાર થતાં હતાં ત્યારે રસ્તા પરના એક વળાંકમાં અચાનક ગાય આવી જતાં રાહુલે તેને બચાવવા માટે જોરદાર બ્રેક મારી હતી જેથી સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને ટ્રક રોડ સાઈડ પર પલટી મારી ગઈ હતી.



જયારે આ અકસ્માતમાં ટ્રકની કેબિનમાં રહેલ લોખંડનો ભારે ભરખમ જેક રાહુલભાઈના પેટ પર પડ્યો હતો જેથી તેમને પેટમાં અને શરીરે ગંભીર ઇજા થઇ હતી અને સારવાર માટે પ્રથમ સોનગઢ અને બાદમાં વધુ સારવાર માટે વ્યારા ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બનાવમાં ટ્રકને પણ મોટું નુકસાન થયું હતું જેથી જંયતિભાઈએ ચાલક રાહુલ ગામીત સામે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application