Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં BSNL ઓફિસમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે ચારને ઝડપી પાડી કાર્યવાહી કરી

  • July 11, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ ટાઉન વિસ્તારમાં આવેલ BSNL ઓફીસની બારી તોડી ઓફીસમાં મુકેલ ઇલેક્ટ્રોનિક સર્કિટ પ્લેટોની ચોરી કરતા આરોપીઓને ગણતરીના દિવસોમા ઇલેક્ટિનિક સર્કીટ પ્લેટો નંગ-૨૪૭ જેની કિંમત રૂપિયા ૩૮,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ તથા એલ.સી.બી.નાં પોલીસ માણસો સાથે વણશોધાયેલ ગુનાના કામે તપાસમા હતા.


તે દરમ્યાન તારીખ 08/07/2024નાં રોજ ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, સોનગઢ ટાઉન વિસ્તારમાં આવેલ BSNL ઓફીસની બારી તોડી ઓફીસમાં મુકેલ ઇલેક્ટ્રોનિક સર્કિટ પ્લેટોની ચોરીમાં ગયેલ મુદ્દામાલ સુરત ખાતે રહેતા હસન કદીર શૈયદ (રહે. મિઠીખાડી લિંબાયત, સુરત)એ સોનગઢથી ખરીદી કરી પોતાના ભંગારના ગોડાઉનમા છુપાવી રાખેલ હતો. જે બાતમી આધારે તપાસ કરતા સદર ચોરીમા ગયેલ મુદ્દામાલ મળી આવતા ખરીદનાર હસન કદીર સૈયદને પૂછપરછ કરતા સદર મુદ્દામાલ સોનગઢ ખાતે રહેતા ભંગારવાળા મુકતારશા કાદરશા ફકીર (શાહ) (રહે.સોનગઢ)ના પાસેથી લીધેલ હતો.


જેથી ભંગારવાળા મુકતારશા કાદરશા ફકીર ગુનાના કામે અટકાયત કરી ચોરીના મુદ્દામાલ બાબતે પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ ચોરીનો મુદ્દામાલ રોહીતભાઇ રવીભાઇ ગોસ્વામી (ઉ.વ.૨૦., રહે.શ્રીરામ નગર, અંબે માતાના મંદિર પાસે, સોનગઢ) અને પ્રેમભાઈ અશોકભાઈ મહેતાભાઈ સીકલીગર (ઉ.વ.૧૮., રહે.મચ્છી માર્કેટ, સોનગઢ)એ આપ્યો હતો. ત્યારબાદ આ ગુનાના કામે બંનેની અટકાયત કરતા તેઓએ બંનેએ એકબીજાની મદદથી રાત્રીના સમયે સોનગઢ ટાઉન ખાતે આવેલ BSNL ઓફીસમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી. આમ, પોલીસે ચોરીની ઈલેક્ટ્રોનિક સર્કિટ પ્લેટ કુલ ૨૪૭ જેની આશરે કુલ કિંમત રૂપિયા ૩૮,૦૦૦/-નાં મુદ્દામાલ રીકવર કરી ચારેય આરોપીઓને સોનગઢ પોલીસ તથા એલ.સી.બી તાપી દ્વારા ચોર મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application