Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણનાં પાટીકુવા શાકભાજી માર્કેટ પાસે ટ્રક અડફેટે આવતાં બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું

  • October 28, 2023 

ડોલવણ તાલુકામાંથી પસાર થતા હાઇવે માર્ગ ઉપર પાટીકુવા શાકભાજી માર્કેટ પાસે એક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ડોલવણનાં પાટીકુવા શાકભાજી માર્કેટ પાસેથી હાઇવે માર્ગ ઉપર ડોલવણનાં દાદરી ફળિયામાં રહેતા અમિતભાઈ મોહનભાઈ ચૌધરી નાઓ પોતાની યુનિકોન બાઈક નંબર GJ/26/P/7200 લઈને ડીઝલ ભરાવવા માટે જઈ રહ્યા હતા. તે સમયે એક ટ્રક કન્ટેનરના ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી વ્યારાથી ઉનાઈ તરફ જતા શાકભાજી માર્કેટ પાસે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application