વરસાદમાં પલળતા અજાણ્યા મહીલાને મદદ કરવાની ભાવનાથી એક ત્રાહિત વ્યક્તિએ 181 મહિલા હેલ્પ લાઇનમા કોલ કરી મદદ કરવા અનુરોધથી તાપી અભયમ રેસ્કયુ ટીમ સ્થળ પર પહોચી વાતચિત કરતા જનાઇ આવ્યું કે, મનોરોગી છે.
પરંતુ થોડીક આત્મીયતાથી વાતચિત કરતા ગામનું વર્ણન કરતા ટીમ દ્વારા તેમને લઇ આજુબાજુના વિસ્તારમાં તપાસ શરુ કરતા એક વ્યક્તિએ તેને ઓળખી બતાવી તેનાં ગામનું નામ જણાવેલ જેથી અભયમ ટીમે તે ગામના સરપંચનો સંપર્ક કરી મનોરોગી મહીલાને પરિવાર પાસે પહોચાડતા પરીવારે અભયમ ટીમનો ખુબ આભાર માન્યો હતો.
મળતી માહિતી મુજબ, વ્યારા અજાણી મહિલા છેલ્લા ત્રણ ચાર દિવશથી પેટ્રોલપંપ પાસે બેઠા છે નામ સરનામું જણાવતા નથી હાલ વરસાદની મોસમ હોવાથી મદદની જરૂર છે તેની સાથે આત્મીયતાથી વાતચિત કરી ગામના સરપંચનો સંપર્ક કરી પરિવાર વિશે માહિતી મેળવી અને તેમને જણાવેલ ગામના છે.
જેની ફોટો મોકલાવી ખરાઈ કરી પરિવાર સાથે વાત કરી તેમને જણાવેલ કે એક મસથી ગુમ થયેલ છે અને માનસિક બીમાર છે શોધ ખોળ કરી હતી. પરંતુ મળેલ નથી જેથી પરિવારનો સંપર્ક થયાં બાદ તમામ હકીકત જાણી બેનને તેમના પરિવાર માં પિયર પક્ષ માં સોંપેલ છે અને પરિવારને બેનની યોગ્ય સારવાર કરાવવા અને કાળજી રાખવા જણાવેલ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500