મનિષા સુર્યવંશી/વ્યારા : સ્ટેટ મોનીટરીંગ સેલ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની ટીમે તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાનાં ખપાટીયા ગામેથી જુગાર રમાડનાર બે ઈસમો અને જુગાર રમનાર 7 જુગારીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 1,38,770/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો, જયારે પોલીસ રેડ જોઈ સ્થળ ઉપરથી ભાગી જનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ તાપી જિલ્લામાં સોમવારનાં રોજ સવારે ખાનગી વાહનોમાં બેસી પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાહુલભાઈ ગામીત તથા મહેશભાઈ ગામીત નાઓ સોનગઢ ફાટક પાસે આવેલ વસંતભાઈ ગામીતનાં કિરાણા સ્ટોર્સની પાછળ ખુરશી ટેબલ મૂકી રાઈટરો બેસાડી બહારથી માણસો બોલાવી આંક ફરકનો તથા વરલી મટકાનો પૈસાથી હારજીતનો જુગાર રમાડે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા ઉપર જઈ રેડ કરી હતી જોકે આ પોલીસ રેડમાં પોલીસને જોઈ કેટલાક ઈસમો જગ્યા પરથી નાશી છૂટ્યા હતા.
જયારે કેટલાક ઈસમોને પોલીસે કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ સ્થળ ઉપરથી પોલીસે રોકડ રૂપિયા 15,770/-, 7 નંગ મોબઈલ જેની કિંમત રૂપિયા 38,000/- તથા 7 મોટરસાઈકલ જેની કિંમત રૂપિયા 85,000/- અને બોલપેન, પેડ, વરલી મટકાની બુકો, કાર્બન પેપરનાં ટુકડા, આંકો લખેલી સ્લીપો, 4 નંગ ખુરશી, પ્લાસ્ટિકની સાદડી તેમજ કેલ્યુલેટર મળી કુલ કિંમત રૂપિયા 1,38,770/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસ રેડમાં ઝડપાયેલ 9 જુગારીઓ....
1. આંકડાનો ધંધો ચાલનાર મુખ્ય આરોપી રાહુલ ભુલજીભાઈ ગામીત (રહે.કરવંદા ગામ, તા.સોનગઢ, જિ.તાપી),
2. આંકડા લખનાર રાઈટર મહેશ નથરિયાભાઈ ગામીત (રહે.કરવંદા ગામ, તા.સોનગઢ, જિ.તાપી),
3. જેઠીયા મુગળીયાભાઈ ગામીત (રહે.કરવંદા ગામ, તા.સોનગઢ, જિ.તાપી),
4. ધીરજ મોહનભાઈ કુંવર (રહે.પીપલાઈદેવી ગામ, તા.સુબીર, જિ.ડાંગ),
5. વંતીયા મગનભાઈ બરડી (રહે.બીલીઆંબા ગામ, તા.સુબીર, જિ.ડાંગ),
6. સતીષ ઈશરીયાભાઈ વળવી (રહે.કેશબંધ ગામ, તા.સુબીર, જિ.ડાંગ),
7. સુરજી વેલજીભાઈ ઠેંગલ (રહે.કેશબંધ ગામ, તા.સુબીર, જિ.ડાંગ),
8. વિજય વારસીયાભાઈ ગામીત (રહે.કરવંદા ગામ, તા.સોનગઢ),
9. ગાજીયા માગલીયાભાઈ ગામીત (રહે.કરવંદા ગામ, તા.સોનગઢ, જિ.તાપી).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500