મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં લીંબી ગામનાં નાની પીપળી ફળિયામાં ઘરનાં ઓટલા ઉપર જુગાર રમતા સાત જુગારીઓને તાપી એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો બુધવારનાં રોજ મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, લીંબી ગામે નાની પીપળી ફળિયામાં ગૌતમભાઈ દિનેશભાઈ વસાવા નાઓનાં ઘરનાં ઓટલા ઉપર કેટલાક ઈસમો ભેગા મળી ગંજીપાના તથા રૂપિયા વડે હારજીતનો જુગાર રમે છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચી રેઈડ કરતા ત્યાં સાત ઈસમો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. આમ, પોલીસે સ્થળ પરથી તમામની અંગઝડતી અને દાવ પરનાં રોકડા રૂપિયા મળી 11,400/- તેમજ જુગાર રમવાના સાધનો અને 5 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 31,900/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર રમતા ઝડપાયેલ સાત જુગારીઓ.....
1.બાલુ ઢેડીયાભાઈ વસાવા (રહે.લીંબી ગામ, નાની પીપળી ફળિયું, સોનગઢ),
2.સાજન રામદાસભાઈ વસાવા (રહે.લીંબી ગામ, નાની પીપળી ફળિયું, સોનગઢ),
3.ગૌતમ દિનેશભાઈ વસાવા (રહે.લીંબી ગામ, નાની પીપળી ફળિયું, સોનગઢ),
4.ઈશ્વર ધૂળજીભાઈ ગામીત (રહે.લીંબી ગામ, નાની ધામણી ફળિયું, સોનગઢ),
5.રાજેન્દ્ર ઢેડીયાભાઈ વસાવા (રહે.લીંબી ગામ, નાની પીપળી ફળિયું, સોનગઢ),
6.સુનીલ નંદાભાઈ વસાવા (રહે.લીંબી ગામ, સબસીડી ફળિયું, સોનગઢ) અને
7.ઈશ્વર છગનભાઈ વસાવા (રહે.લીંબી ગામ, ધામણી ફળિયું, સોનગઢ).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500