Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેળકુઈ ગામનાં ગોડાઉન ફળિયામાં જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાયા, ત્રણ વોન્ટેડ

  • June 27, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં કેળકુઈ ગામનાં ગોડાઉન ફળિયામાં આવેલ ખેતરાડી ખુલી જગ્યામાં નીચે બેસી ગોળ કુંડાળું કરી પૈસાવતીનો જુગાર રમતા સાત જુગારીઓ પોલીસ રેઈડમાં ઝડપાઈ ગયા હતા, જયારે સ્થળ ઉપરથી ત્રણ જુગારીઓ ભાગી જતાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તાપી એલ સી.બી. પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કેળકુઈ ગામનાં ગોડાઉન ફળિયામાં આવેલ ખેતરાડી ખુલી જગ્યામાં કેટલાક નીચે બેસી ગોળ કુંડાળું કરી પૈસા પાનાં વતી હાર જીતનો જુગાર રમે છે.



જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમી બાલી જગ્યાએ પહોંચતા વાહન થોડે દુર ઉભી રાખી અંધારમાં ચાલતા ચાલતા નજીક પહોચતા કેટલાક ઈસમો ખેતરાડી બાજુમાં આવેલ ઝાડોની વચ્ચેનાં ભાગેની ખુલ્લી જગ્યામાં બેટરીનાં અજવાળે ગોળ કુંડાળું કરી પૈસા વતી હાર જીતનો પાના પત્તાનો જુગાર રમતા જુગારીઓ ઝડપાયા હતા. જયારે અંધારાનો લાભ ઉઠાવી ત્રણ જુગારીઓ સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા.



આમ, પોલીસે ગેરકાયદેસર રીતે જુગારનાં સાધનો ગંજી પાના, દાવના પરના રૂપિયા, જુગાર રમવા માટેના હાથ ઉપર રાખેલ રૂપિયા, અંગઝડપીમાં મળી આવેલ રૂપિયા તથા ત્રણ નંગ નાની બેટરી મળી કુલ રૂપિયા 24,600/-નો મુદામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ સાત જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે ત્રણ જુગારીઓને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.




જુગાર રમતા ઝડપાયેલ સાત જુગારીઓ.....


1.સુમન દરજીભાઈ ચૌધરી (રહે.કેળકુઈ ગામ, ગોડાઉન ફળિયું, વ્યારા),

2.દાનસિંગ રામજીભાઈ ચૌધરી (રહે.કેળકુઈ ગામ, ગોડાઉન ફળિયું, વ્યારા),

3.રણજીત લજપતરાયભાઈ ચૌધરી (રહે.કેળકુઈ ગામ, ગોડાઉન ફળિયું, વ્યારા),

4.મહેન્દ્ર દિનેશભાઈ ચૌધરી ((રહે.કેળકુઈ ગામ, ગોડાઉન ફળિયું, વ્યારા),

5.ચંપક છીતુભાઈ ચૌધરી (રહે.કેળકુઈ ગામ, ગોડાઉન ફળિયું, વ્યારા),

6.ઉદેસિંગ દરજીભાઈ ચૌધરી (રહે.કેળકુઈ ગામ, ગોડાઉન ફળિયું, વ્યારા) અને

7.દીવાનજી ભીમસિંગભાઈ ચૌધરી (રહે.કેળકુઈ ગામ, ગોડાઉન ફળિયું, વ્યારા).




વોન્ટેડ આરોપીઓ...


1.ઘનશ્યામ છોટુભાઈ ચૌધરી (રહે.કેળકુઈ ગામ, ગોડાઉન ફળિયું, વ્યારા),

2.રાકેશ રતિલાલભાઈ ચૌધરી (રહે.કેળકુઈ ગામ, ગોડાઉન ફળિયું, વ્યારા) અને

3.જયદીપ વદનભાઈ ચૌધારી (રહે.કેળકુઈ ગામ, ગોડાઉન ફળિયું, વ્યારા).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application