વ્યારાનાં તાડકુવા ખાતે તા.03/07/2023નાં રોજ ગુરુપૂર્ણિમા નિમિત્તે સી.એન.કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર HMAI, વ્યારા યુનિટનાં સહયોગથી ‘કેન્સર વિષે પ્રાથમિક જાગૃતિ’ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સુરતના વક્તા ઓન્કોલોજીસ્ટ ડો.ડીન્કી ગાજીવાલાએ ‘કેન્સર વિશે પ્રાથમિક જાગૃતિ’ વિષય પર રજૂઆત કરી હતી અને કેન્સરનાં કારણો, કેન્સરની વહેલી તપાસ માટે સ્ક્રિનિંગની ભૂમિકા, નવી ઉપચાર પદ્ધતિઓ અને તેની અસર વગેરે વિસ્તૃત માહિતી આપી હતી.
જોકે આ સેમિનાર માહિતીસભર, જ્ઞાન વર્ધક મૂલ્યાંકન રહ્યો હતો. આ સેમિનારમાં કોલેજનાં ચતુર્થ વર્ષ BHMSનાં વિદ્યાર્થીઓ, ઇન્ટર્નસ, ટીચિંગ સ્ટાફ અને HMAI, વ્યારા યુનીટનાં સભ્યોએ ઉત્સાહ સાથે હાજરી આપી હતી. જયારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.જે.જે.જૈનની આગેવાન હેઠળની સેમિનાર સમિતિ દ્વારા આચાર્ય ડો.જ્યોતિબેન રાવનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500