મનિષા એસ. સુર્યવંશી/તાપી : બારડોલી તાલુકાનાં કડોદ ગામનાં પાંચ આમલી ફળિયામાં રહેતા એસ.ટી બસનાં ચાલક ઇમ્તિયાઝ અહમદ અબ્દુલ મજીદ સૈયદ જેવો ગતરોજ સાંજના સમયે એસ.ટી. બસ નંબર GJ/18/Z/3845 લઈ વાલોડનાં ગોપાલ નગરનાં બસ સ્ટોપ પાસેથી વાલોડ-વાકાનેર-બારડોલી રોડ ઉપરથી પસાર થતા હતા.
તે સમયે એક બાઈક ચાલક નંબર GJ/19/2065નાં ચાલકે પોતાના કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી એસ.ટી. બસને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચક્લને ઈજા પહોંચતા વ્યારા હોસ્પીટલમાં સર્વર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે બસનાં ચાલક ઇમ્તિયાઝ અહમદ અબ્દુલ મજીદ સૈયદ નાએ વાલોડ પોલીસ મથકે બાઇક ચાલક સામે ફરિયાદ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application