ઉચ્છલ તાલુકાનાં સેલોડ ગ્રુપ ગ્રામ પંચાયતનાં સમાવિષ્ટ આનંદપુરમાં પેસા કાયદાની ગ્રામસભા અને ગુજરાત-2017નાં નિયમનું અમલ કરવા મુદ્દે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું છે કે, સેલુડ ગ્રામ પંચાયતનાં આનંદપુર ગામના કુલ 27 ગ્રામજનોએ ગત તા.26/9/2022નાં રોજ ગામની સમસ્યા અને પ્રશ્નો બાબતે ગ્રામસભા બોલવાની માંગણી કરી અરજી પેસા કાયદો 1996 અને ગુજરાત પંચાયતની જોગવાઈઓ નિયમો 2017ની કલમ 46 (1) (4) મુજબ તલાટી-કમ-મંત્રી અને સરપંચને કરી હતી.
જોકે ગ્રામસભામાં એજન્ડામાં કાયદા પ્રમાણે ત્રણ સમિતિઓ શાંતિ સમિતિ, દેખરેખ સમિતિ, સંસાધન આયોજન અને વ્યવસ્થાપન સમિતિની રચના કરવા સરકારની જાહેરાત પ્રમાણે ગ્રામ પંચાયત વિભાજન કરવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ શાળા એકત્રીકરણ અંગે ચર્ચા કરવા તથા આદિવાસી વિસ્તારમાં સંસ્કૃતને બદલે બાળકોને આદિવાસી સંસ્કૃતિનું શિક્ષણ અભ્યાસક્રમમાં લાવવા વગેરે મુદ્દાઓની ચર્ચા કરવા જણાવ્યું હતું પેસા કાયદા મુજબ ગ્રામજનોની માંગણી હોય તો અધિકારીઓએ ગ્રામસભાનાં સભ્યોને પ્રોત્સાહન આપવું જોઈએ પરંતુ તેના બદલે તા.2/10/2022નાં રોજ આનંદપુર ખાતે ગ્રામસભા યોજવા આવતા જેમાં તલાટી-કમ-મંત્રી હાજર રહ્યા ન હતા.
તેમજ ગામના લોકો ભેગા થયા હતા પરંતુ તલાટી-કમ-મંત્રી હાજર ન થવાથી ગ્રામસભા થઈ ન હતી ગુજરાત પંચાયતની જોગવાઈ મુજબ આનંદપુર ગામમાં ગ્રામસભા યોજવા અને રહીશોની રજૂઆતોને વાચા આપવામાં આવે તેવી માંગણી કરી છે. જોકે ગ્રામસભામાં હાજર રહેવા તા.26/9/2022નાં રોજ આનંદપુરનાં રહીશોએ અરજી કરી હતી જે અંગે તલાટી-કમ-મંત્રીએ પોતે સહમત ન હોવાનું જણાવી દીધું હતું. ગ્રામ પંચાયતમાં આવતા આનંદપુર ગામમાં ગ્રામસભાને લઈને પ્રશ્ન ગૂંચવાયેલો રહ્યો હોય, જેનું સુખદ નિરાકરણ લાવવાની રહીશોએ માંગણી કરી છે. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500