Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચાંપાવાડી ગામે પોલીસ રેડમાં દારૂની બોટલો મળી આવી

  • October 03, 2022 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વ્યારા તાલુકાનાં ચાંપાવાડી ગામનાં એક ઘરની પાછળ આવેલ પજારીમાં પોલીસે રેડમાં દારૂની બોટલો મળી આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી પ્રોહી. સ્કોડ પોલીસ સ્ટાફનાં માણસો શનિવારનાં રોજ સાંજે ખાનગી વાહનમાં બેસી કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. ગુના અંગે રેડમાં નીકળેલા હતા. તે દરમિયાન ફરતા ફરતા ચાંપાવાડી ગામે આવતાં ખાનગી રહે બાતમી મળી હતી કે, ચાંપાવાડી ગામનાં દાદરી ફળિયામાં રહેતા હિમાંશુભાઈ પ્રિતેશભાઈ ગામીત ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે.




જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા પર જઈ રેડ કરતા ત્યાં સ્થળ ઉપર કોઈ હાજર મળી આવેલ ના હતું. ત્યારબાદ પોલીસે ઘરની આજુબાજુ તપાસ કરતા ઘરની પાછળ આવેલ પજારીનાં ભાગે એક કાપડની થેલીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની 10 બોટલો મળી આવી હતી જોકે ઘરે કોઈ હજાર ના મળી આવતાં પોલીસે ઈસમને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application