મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં મોટી ખેરવાણ ગામનાં ધોધડી ફળિયામાંથી નાની ચીખલી ગામમાં રહેતા એક યુવકની બાઈકની ચોરી થતાં અજાણ્યા ચોર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં નાની ચીખલી ગામનાં દાદરી ફળિયામાં રહેતા વિલિયમભાઈ રોહિતભાઈ ગામીત (ઉ.વ.22) જેઓ મજુરી કામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે.
જોકે વિલિયમભાઈ ગામીત સોનગઢ તાલુકાનાં મોટી ખેરવાણ ગામે ગત તા.13નાં રોજ રાત્રના 9 વાગ્યના સમયે સંબંધીનાં લગ્નમાં મિત્ર મેહુલભાઈ સંજયભાઈ ગામીતના સાથે પોતાના કબ્જાની બજાજ કંપનીની પલ્સર બાઈક નંબર GJ/26/AC/4464 ઉપર જઈ રહ્યા હતા જયારે વિલિયમભાઈની સાથે બીજી યુનીકોન બાઈક ઉપર ગામનાં જ તેમના મિત્ર તેજસભાઈ સાથે વિરેન ગામીત તથા કૃણાલ રાજેશ ગામીત પણ આવી રહ્યા હતા.
જેથી બધા મળી નાની ચીખલીથી નીકળી મોટી ખેરવાણ ગામે લગ્ન પ્રસંગમાં જવા માટે નીકળ્યા હતા. ત્યારબાદ મોટી ખેરવાણ ગામે પહોંચીને વિલિયમભાઈએ પોતાના કબ્જાની બાઈક અકુલાશભાઈનાં ઘર આંગણે પાર્ક કરી હતી. ત્યારબાદ લગ્ન પ્રસંગ માંથી વિલિયમભાઈ અને તેમના મિત્રો રાત્રનાં એક વાગ્યાનાં અરસામાં ઘરે જવા માટે નીકળ્યા હતા.
તેથી બાઈક પાર્ક કરી હતી તે જગ્યા ઉપર આવી ને જોતા બાઈક જોવા મળી ના હતી જેથી આજુબાજુમાં પણ તપાસ કરી પરંતુ બાઈક મળી આવી ના હતી. જોકે વધુમાં બાઈક અંગે વિલિયમભાઈએ લગ્ન પ્રસંગમાં જઈ માઈક દ્વારા પણ જાહેર કર્યું હતું કે કોઈક બાઈક લઈ ગયેલ હોય તો આપી જાય પણ સવાર સુધી રાહ જોયા સુધી પણ બાઈક મળી ના હતી.
ત્યારબાદ મોટી ખેરવાણ ગામે તેમજ આજુબાજુનાં વિસ્તારોમાં જેવા કે ઉખલદા, કેલાઈ, કિકાકુઈ વગેરે ગામોમાં પણ તપાસ કરી હતી પરંતુ બાઈક ના મળી હતી જેથી બાઈક કોઈ આજાણ્યા ચોર ઈસમ ચોરી કરી ગયો હોવાનું સમજાયું હતું.
બનાવ અંગે વિલિયમભાઈ ગામીત નાએ તા.14 નાંરોજ ઉકાઈ પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ 50 હજારની બાઈક ચોરીનો ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500