Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં હીરાવાડી ગામે બાઈક અડફેટે આવતાં રાહદારીનું મોત

  • December 28, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં હીરાવાડી ગામની સીમમાંથી પસાર થતાં સોનગઢ-આહવા નેશનલ હાઈવે પર બાઈક અડફેટે આવતાં રાહદારીનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સોનગઢના હીરાવાડી ગામના આમલી ફળિયામાં રહેતા ફારમજીભાઈ ચેમટીયાભાઈ ગામીત નાંઓના સાળા ગત તારીખ 23/12/2023નાં રોજ તેમના સાળા ભીલાભાઈ દુરાભાઈ ગામીત નાંઓ ગામની સીમમાંથી પસાર થતાં સોનગઢ-આહવા નેશનલ હાઈવે પરના એક ખેતર પાસે આવેલ ઈંટનાં ભઠ્ઠાની બાજુમાંથી પસાર થતાં હતા.




તે દરમિયાન ગામનાં જ ઘનજીભાઈ શરદયાભાઈ ગામીત નાઓ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/D/7625ને પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ચાલતા જતાં ભીલાભાઈને અડફેટે લેતાં અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં ભીલાભાઈ રોડ ઉપર પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે ફારમજીભાઈ ગામીત નાએ તારીખ 25/12/2023નાં રોજ સોનગઢ પોલીસ મથકે બાઈક ચાલક સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application