Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભ્રષ્ટ અધિકારીઓનાં કામ ન કરવાના કારણે ઓવર બ્રિજનું કામ અધ્ધરતાલ, ભારતીય હિતરક્ષક પાર્ટી દ્વારા તાપી કલેકટરને આવેદનપત્ર અપાયું

  • August 23, 2022 

ભારતીય હિતરક્ષક પાર્ટી દ્વારા ગત તા.2/8/2022નાં રોજ આવેદન આપીને જાણ કરેલ કે, 2015થી અંદાજિત 22 કરોડનાં ખર્ચે સરકાર દ્વારા રેલવે બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું પણ સરકારની નાકામી તેમજ ભ્રષ્ટ અધિકારીઓના કામ ન કરવાના કારણે આજદિન સુધી ઓવર બ્રિજનું કામ અધ્ધરતાલ છે.




જેથી આવેદન આપ્યા બાદ વિશ્વાસ હતો કે, આપ વિશેષ ધ્યાન લઈને આ કામ શરૂ કરાવવામાં મદદરૂપ થશો પણ એ શક્ય બન્યું નથી. તે માટે ના છુટકે અમારે ગાંધી માર્ગે આંદોલન કરવાની ફરજ પડેલ છે અને આપને આ બ્રિજ પ્રત્યે ગંભીરતા નથી એવું સાબિત થાય છે. જોકે ધુલિયા નેશનલ હાઇવેથી કાકરાપાર અણુમથકને જોડતો અતિ મહત્વનો અને દેશ દુનિયાની સુરક્ષાના માપદંડમાં અગ્રતા હોવા જોઈએ તેવો રેલવે ઓવર બ્રિજનું કામ છેલ્લા સાત વર્ષથી લટકી રહ્યું છે.




ત્યારે સરકારના તંત્રની આ પુલની ગંભીરતાને લેસ માત્ર ચિંતા ન હોય તેમ જણાતું નથી. તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રીએ વ્યારાની મુલાકાત લીધી હતી પણ અતિ સંવેદનશીલ અગ્રતા ક્રમે આવતા સુરત ભુસાવલ રેલ્વે લાઈન પર વ્યારા શહેરથી કાકરાપાર અણુમથકને જોડતો રેલવે ઓવર બ્રિજની કામગીરી ખાડે ગયેલ છે તેના વિશે મુખ્યમંત્રીએ ઉલ્લેખસુધા નહીં કરીને કાકરાપાર અણુમથકની સુરક્ષા માટે તેઓ પણ ગંભીર ન હોવાનું પ્રતીત થાય છે.




આ પુલ એટલા માટે મહત્વનો છે કે, અણુમથકમાં કોઈપણ આતંકવાદી ઘટના બને કે કોઈ હોનારત થાય ત્યારે બુલેટ ગતિએ સુરક્ષા પહોંચાડવા માટે હજીરા-ધુલિયાની નેશનલ હાઇવેથી અણુમથક વચ્ચે રેલવે લાઈન પર હાલમાં ફાટક હોવાથી ભારે વિલંબ થવાની સંભાવના સાથે દેશના અણુમથક અને તેનાથી ઊભી થનારી જાનહાનીને ટાળવા માટે પણ અતિ મહત્વનો છે અને સમયસર બની જાય તો યુદ્ધના ધોરણે સુરત મહાનગર હાઈવે 48ને હાઈવે 53 સાથે જોડીને દુર્ઘટના સમયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય.




આ વિસ્તાર સાંસદનો મતવિસ્તાર હોવા છતાં પણ આવા અગત્યના કામો કરવા પર ધ્યાન આપતા નથી અને વોટ લીધા બાદ લોકોને પરેશાન કરવામાં બહુ મજા આવે છે એવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રીનાં ભગીરથ પ્રયાસ તે જ વિકાસના સ્લોગન સાથે આ ખાડે ગયેલ કામગીરી મેળ ખાતો નથી.




વ્યારા રેલવે બ્રિજ આપણા માટે કેટલો જરૂરી છે અને આ કામ વહેલું પૂરું થવાથી કેટલી સમસ્યાઓ નિદાન કરી શકીએ એનું ધ્યાન દોરવાની કોશિશ કરેલ છે પણ જો આપ આ સમસ્યાને ગંભીરતાપૂર્વક લેશો નહીં તો તારીખ 3/9/2022થી ગાંધીમાર્ગે પ્રતીક ઉપવાસ પર બેસવાની ફરજ પડશે અને એની સંપૂર્ણ જવાબદારી આપ તેમજ ગુજરાત સરકારની રહેશે. આપ આ આંદોલનને દબાવવાની કોશિશ ન કરશો કારણ કે સરકારની નાકામી છુપાવવા માટે રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે તો અમારે ઉગ્રઆંદોલન કરવાની ફરજ બનશે જોકે આ આંદોલન કરવાનું મુખ્ય ઉદ્દેશ આમ જનતાને પડી રહેલી તકલીફ દૂર થાય અને એમને આર્થિક રીતે થતો નુકસાન અને માનસિક ત્રાસથી બચી શકે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application