મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારા તાલુકાનાં ભાટપુર ગામનાં પટેલ ફળિયામાં જાહેર રોડ ઉપર દેશી દારૂનાં મુદ્દામાલ સાથે મોપેડ ચાલક ઝડપાતા કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો મંગળવારે બપોરે ખાનગી વાહનમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. અંગેની રેડમાં નીકળેલ હતા.
તે સમયે ફરતા ફરતા ભાટપુર ગામનાં પટેલ ફળિયામાં આવતાં એક ઈસમ કાળા કલરની એકટીવા નંબર GJ/26/P/3634 ઉપર આગળના ભાગે પ્લાસ્ટીકનાં કેરબામાં પ્રવાહી ભરી લઈ જતો હતો અને પોલીસને જોઈને ભાગવા જતા પોલીસે એકટીવા ચાલકને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસે યુવકનું નામ પૂછતા તેને પોતાનું નામ, હિરલ અમરસિંગભાઈ ગામીત (રહે.ભાટપુર ગામ, વણઝાર ફળિયું, વ્યારા)નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે એકટીવાનાં આગળના ભાગે મુકેલ પ્લાસ્ટીકનાં કેરબામાંથી દેશી દારૂ મળી આવ્યો હતો. વધુમાં આ દેશી દારૂ કોની પાસેથી અને કોણે આપવા લઈ જાય છે તેમ પૂછતા જાણવા મળ્યું હતું કે, આ દેશી દારૂ મઘાભાઈ જેઠિયાભાઈ ગામીત (રહે.ભાટપુર ગામ, ગામીત ફળિયું, વ્યારા)નાઓની પાસેથી લાવી ઘરે વેચાણ અર્થે લઈ જતો હતો.
આમ, પોલીસે દેશી દારૂ અને એકટીવા બાઈક મળી કુલ રૂપિયા 15,200/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500