મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં ચોરવાડ ગામે વગર પાસ પરમીટે દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરનાર ઈસમને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ સાંજે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન બીટ નંબર-2નાં ગામડા વિસ્તારમાં પ્રોહી. ગુનાની રેડમાં નીકળ્યા હતા. તે દરમિયાન ફરતા ફરતા ચોરવાડ ગામનાં નિશાળ ફળિયામાં આવતાં ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચોરવાડ ગામનાં ફાટક ફળિયામાં રહેતા શાંતિલાલભાઈ મણિલાલ ગામીત નાઓ તેના ઘરે વગર પાસ પરમીટે દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરે છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા પહોંચતા ત્યાં હજાર એક ઈસમ મળી આવતાં પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, શાંતિલાલ મણિલાલ ગામીત (રહે.ચોરવાડ ગામ, ફાટક ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઈસમને સાથે રાખી ઘરમાં તપાસ કરતા ઘરની પાછળ પજારીનાં ભાગે ખૂણામાં ત્રણ પ્લાસ્ટિકની ડોલોમાં ઉપર ફીણવાળું ગોળ મહુડાનું પ્રવાહી મળી આવતાં પોલીસે ઈસમને પૂછતા જાણવા મળેલ હતું કે, દેશી દારૂ બનાવવા માટેનું પ્રવાહી હતું.
જયારે બીજા બનાવમાં ચોરવાડ ગામનાં કુવા ફળિયામાં રહેતી મહિલા સંગીતાબેન ઇબુભાઈ ગામીત નાઓનાં ઘરે રેડ કરતા ઘરનાં પાછળનાં ભાગે આવેલ પજારીનાં ભાગે જોતા પ્લાસ્ટિકનાં કારબામાં ગોળ મહુડાનું દેશી દારૂ બનાવવા માટેનું પ્રવાહી મળી આવ્યું હતું. ત્યારબાદ ઝડપાયેલ ઈસમ અને મહિલાને ગોળ તથા મહુડા ક્યાંથી લાવેલ છે તે પૂછતા જાણવા મળ્યું હતું કે ચોરવાડ ગામમાં જ રહેતો ચુનીલાલ પોખરભાઈ ગુજ્જરની અનાજ કારિયાણાની દુકાનેથી લાવ્યો હતો. બનાવ અંગે પોલીસે ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે મુદ્દામાલ પૂરો પાડનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500