મનિષા સુર્યવંશી/વ્યારા : ઉચ્છલ તાલુકાનાં પાટીબંધારા ગામમાંથી પસાર થતાં ઉચ્છલ-નિઝર રોડ પાસે બસ સ્ટેશન પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમાડતા એક ઈસમને ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો, જયારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો શનિવારના રોજ ખાનગી વાહનમાં બેસી પ્રોહી. જુગારની રેડમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઉચ્છલ-નિઝર રોડ ઉપર બસ સ્ટેશનની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં એક ઈસમ મુંબઈથી નીકળતા વરલી મટકાનો આંકડા ઉપર જુગાર રમાડે છે. જે બાતમીનાં આધારે પોલીસે બાતમીવાળી જગ્યા પર જઈ રેડ કરતા એક ઈસમ મળી આવ્યો હતો.
ત્યારબાદ પોલીસે તેનું નામ પૂછતા તેને પોતાનું નામ, ફિલિપભાઈ જેશાભાઈ વસાવા (રહે.ચઢવાણ ગામ, ઉચ્છલ)નાં હોવાનું જણાવ્યું હતું તેમજ પોલીસે ફિલિપભાઈ પાસેથી મુંબઈથી નીકળતા વરલી મટકાનાં જુગાર રમાડવાના સાધનો ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે મુંબઈથી નીકળતા વરલી મટકાનાં ગુનામાં રમેશભાઈ બંધુભાઈ વણઝારા (રહે.પાટીબંધારા ગામ, ઉચ્છલ)નું નામ જાણવા મળતા સદર ગુનાનાં કામે રમેશ વણઝારા નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
આમ, પોલીસે આંકો ઉપર હાર જીતનો જુગાર રમવાના સાધનો કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી અતુલભાઈ વસાવેની ફરિયાદનાં આધારે ફિલિપ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500