Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Songadh : દેવજીપુરામાંથી એક અને હાથી ફળિયામાંથી બે ઈસમો દારૂનાં જથ્થા સાથે ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • June 20, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ નગરમાંથી પોલીસે અલગ અલગ બે બનાવમાં દારૂનાં જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે નવાપુર ખાતેનાં એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો રવિવારના રોજ ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રોહિ. ગુના અંગેની રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ ગામ તરફથી નીકળી દેવજીપુરા ચાર રસ્તા પાસેથી એક યુવક નંબર વગરની પોતાની મોપેડ બાઈક ઉપર પ્લાસ્ટિકનાં થેલામાં પ્રોહી મુદ્દામાલ બાંધી લાવનાર છે.


જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો દેવજીપુરા ચાર રસ્તા પાસેના રોડ ઉપર છુટા છવાયા વોચમાં ઉભા હતા. તે દરમિયાન સોનગઢ ગામ તરફથી એક ગ્રે કલરની મોપેડ બાઈક આવતા જોઈ લાકડીનાં ઇશારે રોડની સાઈડમાં ઊભી રખાવી હતી ત્યારબાદ પોલીસે બાઈક ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, મનહરભાઈ દીનાભાઇ ગામીત (રહે. ગુણસદા ગામ, તા.સોનગઢ)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે વગર પાસ પરમિટે કોથળામાં લઈ જતો ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 48 નંગ બોટલો મળી આવી હતી.


જોકે પોલીસે વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો નવાપુર ખાતેના એક અજાણ્યા ઈસમે ભરાવી આપ્યો હતો અને સોનગઢ ખાતે રહેતા નિલેશ ઉર્ફે ટાઈસન રમણભાઈ કોંકણી (રહે.હાથી ફળિયું, સોનગઢ) વેચાણ માટે મંગાવ્યો હતો. આમ પોલીસે, દારૂની બોટલો, મોબાઈલ 1 નંગ અને મોપેડ બાઈક મળી કુલ રૂપિયા 30,950/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે બીજા બનાવમાં પોલીસને મળેલ બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સોનગઢ નગરનાં હાથી ફળિયામાં સ્મીત હોસ્પિટલ સામે આવેલ એક છાપરામાં દેશી તથા વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે. જે બાતમીના આધારે સ્થળ ઉપર જઈ રેઈડ કરતા બે ઈસમો મળી આવ્યા હતા.


જોકે પોલીસે બંને ઈસમોનું નામ પૂછતા (1)નિલેશ ઉર્ફે ટાઈસન રમણભાઈ કોંકણી અને (2) નિલેશ રતનજીભાઈ ગામીત જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે બંને ઈસમોને સાથે રાખી તપાસ હાથ ધરતા છાપરાની અંદર તથા પાછળનાં ભાગે અલગ-અલગ પ્લાસ્ટીની થેલીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 96 નંગ બોટલો મળી આવી હતી. આમ પોલીસે વિદેશી દારૂની બોટલો અને 1 નંગ મોબઈલ મળી કુલ રૂપિયા 17,450/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે દારૂનાં મુદ્દામાલ સાથે ઝડપાયેલ ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે દારૂ ભરી આપનાર નવાપુર ખાતેનાં એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News