Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડ-બુહારી માર્ગ ઉપરનાં અકસ્માતમાં એકનું મોત, 13 વર્ષીય બાળક ઈજાગ્રસ્ત

  • July 01, 2022 

વાલોડ પાસે ઉભેલા ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે 13 વર્ષના બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની વિગત એવી છે કે, વાલોડ ખાતે સાંજે આશરે 6.15 કલાકે એસ્સાર પેટ્રોલ પંપ નજીક વાલોડ-બુહારી માર્ગ રસ્તાની બાજુમાં પાણીની ગટર લાઈન ખોદવા માટે ખોદકામ થઈ રહ્યું હતું, જેમાં જેસીબીથી રોડની બાજુમાંથી માટી ખોદકામ કરી ડમ્પર નંબર GJ/06/V/4828માં માટી ખાલવામાં આવી રહી હતી.




તે દરમિયાન દાદરિયાના રહીશ જયસિંહભાઈ રનુભાઈ (ઉ.વ. 37) જેઓ પોતાના પુત્ર શિવકુમાર (ઉ.વ. 13) સાથે કોઈક કામ અર્થે વાલોડ આવી રહ્યા હતા. તે સમયે વાલોડ એસ્સાર પંપ નજીક પહોંચવાનાં સમયે આગળ ઊભેલા ડમ્પરનાં પાછળ ધડાકાભેર ભટકાઇ હતી. જેથી બાઇક ચાલક જયસિંહભાઇને ગંભીર ઇજાઓ થતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું.




જ્યારે પાછળ બેસેલા પુત્ર શિવકુમારને આંખનાં તથા મોઢાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં વાલોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપી ત્યાંથી વધુ સારવાર માટે વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application