Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં જૂની કુઈલીવેલ ગામે પીકઅપ અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત, એક ઈજાગ્રસ્ત

  • May 16, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં જૂની કુઈલીવેલ ગામની સીમમાંથી પસાર થતાં બોરદા-સોનગઢ રોડ ઉપર વળાંક પાસે પીકઅપ ગાડીએ સામેથી આવતી બાઈકને અડફેટે લઈ સર્જેલ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હતું, જયારે એક ઈજાગ્રસ્ત થયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ, ઉકાઈનાં વર્કશોપ ઝૂપડપટ્ટી સેકટર-5માં રહેતો 24 વર્ષીય યુવક રણજીતભાઈ રાયસિંગભાઈ કાથુડી અને તેમનો મિત્ર કૃણાલભાઈ દશરીયાભાઈ કાથુડીની સાથે ગત તારીખ 14/05/2024નાં રોજ બાઈક નંબર GJ/26/AC/8460 ઉપર બેસી જૂની કુઈલીવેલ ગામની સીમમાંથી પસાર થતાં બોરદા-સોનગઢ રોડ ઉપરના વળાંક પાસે એક મહિન્દ્ર પીકઅપ ગાડી નંબર GJ/19/Y/1504નાં ચાલકે પોતાના કબ્જાનું પીકઅપ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રણજીતભાઈની બાઈકને સામેથી અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.


જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક રણજીતભાઈને માથામાં અને જમણા હાથમાં તથા જમણા પગમાં ફેકચર થઈ ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જયારે કૃણાલભાઈ કાથુડીને જમણા પગમાં ફેક્ચર તથા શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે સુમાબેન રાયસિંગભાઈ કાથુડી નાંએ તારીખ 15/05/2024નાં રોજ સોનગઢ પોલીસ મથકે પીકઅપ ગાડીનાં ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application